ટેકનિક અને ઉપકરણોની દ્રષ્ટિએ ચન્દ્રયાન-૨ ઉપયોગી છે. તેમાં ૧૪ વૈજ્ઞાનિક સાધનો લાગેલા છે. આ ત્રણ મોડ્યુલની પ્રણાલી છે. એક ઓર્બિટર જે પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત થનાર છે. અન્ય એક લેન્ડર છે. જે જમીન પર ઉતરનાર છે. ઓર્બિટર ચન્દ્રની જમીનના ફોટોઓ પાડનાર છે. સાથે સાથે રિમોટ સેન્સિંગમાં કાર્યકરત રહેશે. જળ, હાઇડ્રોક્સિલની હાજરી અને તેના પ્રમાણને નક્કી કરવા માટે ઓર્બિટરમાં એક ઇમેડિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર સ્થાપિત કરવામાં આવ્યુ છે. તેના પર મુકવામાં આવેલા સાધન અથવા તો ઉપકરણ સપાટી પર ખનિજ અને અન્ય તત્વોની શોધખોળ કરનાર છે.
ઓર્બિટરને ૧૦૦ કિલોમીટર ઉંચી સપાટી પર સ્થાપિત કરવામાં આવ્યા બાદ લેન્જરને ૧૦૦ ગણા ૩૦ કિલોમીટરના દીર્ધવૃતાકારમાં ઉતારવામાં આવનાર છે. કેટલાક ફેરા થયા બાદ તેને પૂર્વ નિર્ધાિરત કરવામાં આવેલા સ્થળ પર ધીમી ગતિથી ઉતારવામાં આવનાર છે. ઉતરવા માટેનુ સ્થળ હાલમાં ચન્દ્રના દક્ષિણ ધ્રુવથી આશરે ૬૦૦ કિલોમીટર છે. વિષુવૃતના વિસ્તારમાંથી મોકલવામાં આવેલુ આ પ્રથમ મિશન છે. લેન્ડરનુ નામ વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યુ છે. તેમાં એક સિસ્મોમીટર છે. જેના મારફતે ચન્દ્રની કંપની સક્રિયતાને સમજવામાં આવનાર છે. ચન્દ્રના ઉદ્દગમને લઇને આવી માહિતી ઉપયોગી સાબિત થનાર છે.
ત્રીજા મોડ્યુલ તરીકે ૨૫ કિલોગ્રામ ભારના રોવર તરીકે ચે.ત જે આ અભિયાનમાં સૌથી ઉપયોગી ઉપકરણ તરીકે છે. તે એક રોબો છે. જેમાં છ ટાયર લાગેલા છે. તે સૌર ઉર્જાથી ચાલે છે. તે લેન્ડરથી ઉતરીને ચન્દ્રની સપાટી પર ફરીને મુલ્યાંકન અને અવલોકન કરનાર છે. આ પ્રવાસ ૧૪ દિવસ સુધી ચાલશે. તે ગાળા દરમિયાન તે ૩૦૦-૪૦૦ મીટર ફરીને સ્ટેરિયસ્કોપિક કેમેરાથી ફોટા પાડશે. સાથે સાથે ઓર્બિટરને આપી દેશે. આને ઇસરોના જમીન પર સ્થિત કેન્દ્રમાં હાંસલ કરી લેવામાં આવનાર છે. આની નેવિગેશનની પ્રક્રિયા અર્ધ રીતે સ્વસંચાલિત છે. એટલે કે વિપરિત સ્થિતી હોવાના સમય તે પોતાની દિશા પણ બદલી શકે છે. રોવર પર અન્ય કેટલાક આધુનિક સાધન લાગેલા છે જે સ્થળની આસપાસની તમામ માહિતી લેશે.