વોશિગ્ટન : નાસાએ ચન્દ્રયાન-૨ના લેન્ડિંગને લઇને કેટલાક હાઇ રેજુલેશન ફોટા જારી કર્યા છે. ફોટાના આધાર પર નાસાએ કબુલાત કરી છે કે ચન્દ્રયાન-૨ના લેન્ડર વિક્રમની ચન્દ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થઇ હતી. નાસાના હાઇ રેજુલેશન ઇમેજ તેના લુનર ઓર્ટિબર કેમેરા મારફતે લેવામાં આવ્યા છે. જે અનસ્પર્શ સપાટી પર ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચન્દ્રયાન-૨ની લેન્ડિંગ થનાર હતી ત્યાં લેન્ડર વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઇ હતી. વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગના સમાચાર નાસા દ્વારા આપવામાં આવ્યા છે. નાસાએ કહ્યુ છે કે વિક્રમ લેન્ડરે એક સમતલ સપાટી પર લેન્ડિંગ કરવાના પ્રયાસ કર્યા હતા.
જો કે ઉતરાણ અપેક્ષા મુજબ ન રહેતા તમામ લોકો નિરાશ થયા હતા. ત્યારબાદ સાતમી સપ્ટેમ્બરના દિવસે લોન્ચ બાદ તમામ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જો કે સફળતા મળી ન હતી. લોંચ બાદ તમામ પ્રક્રિયા યોગ્ય રીતે છેલ્લે સુધી ચાલી હતી. જો કે ઉતરાણના નિર્ણાયક સમયમાં જ ઇસરોનો સંપર્ક વિક્રમ લેન્ડર સાથે તુટી ગયો હતો. નાસાની તરફથી જારી કરવામાં આવેલા નિવદનમાં કહેવામાં આવ્યુ છે કે ચન્દ્રની સપાટી પર નાસાની હાર્ડ લેન્ડિંગ થઇ હતી.સ્પેસક્રાફ્ટ કયા લોકેશન પર લેન્ડ થયુ હતુ તે સંબંધમાં માહિતી મળી શકી નથી. તમામ ફોટાઓ કેન્દ્રથી ૧૫૦ કિલોમીટરના અંતરેથી પાડવામાં આવ્યા છે. લોકેશનને લઇને હજુ પણ શંકાની સ્થિતી છે.
તમામ લોકો સારી રીતે જાણે છે કે સાતમી સપ્ટેમ્બરના દિવસે લેન્જર વિક્રમને ચન્દ્રની સપાટી પર ઉતરાણ કરવાની જરૂર હતી. ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ભારત તરફથી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાની સ્પેસ એજન્સીના કહેવા મુજબ લેન્ડિંગ સાઇટથી થોડાક સ્તરે થયુ હતુ. હજુ સુધી એલઆરઓસીની ટીમને ઇમેજ અને લેન્ડરની લોકેશન અંગે માહિતી મળી શકી નથી.