આશા તુટી :  ચન્દ્રને સ્પર્શ કરે તે પૂર્વે ચન્દ્રયાન એકાએક ગુમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બેંગલોર : ભારતના મહત્વકાંક્ષી મિશન ચન્દ્રયાન-૨ને શુક્રવારે અપેક્ષા મુજબ સફળતા ન મળતા દેશભરમાં કરોડો લોકો નિરાશામાંડુબી ગયા છે. ચન્દ્રની સપાટીને સ્પર્શ કરવાની બિલકુલ નજીક લેન્ડર વિક્રમ પહોંચી રહ્યુ હતુ અને તે ચન્દ્રથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે હતુ ત્યારે જ એકાએક સંપર્ક તુટી જતા ઇસરોના સેન્ટરમાં ઉપસ્થિતી વૈજ્ઞાનિકોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. કરોડો ચાહકો આ મહત્વકાંક્ષી મિશનને નિહાળી રહ્યા હતા. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તમામ પ્રક્રિયા શાનદાર રીતે ચાલી રહી હતી.

લેન્ડર પણ સ,ળતપૂર્વક ચન્દ્રની સપાટી પર ઉતરવા માટે આગળ વધી રહ્યુ હતુ. વિક્મ લેન્ડર જ્યારે ચન્દ્રને સ્પર્શ કરવાની બિલકુલ નજીક પહોંચી ગયુ ત્યારે એકાએક સ્ક્રીન પર ડેટા જે આવી રહ્યા હતા તે એકાએક બંધ થઇ ગયા હતા. ડેટા આવવાના બંધ થઇ જતા વિજ્ઞાનિકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. ઇસરોના ડેટા આવવાના બંધ થઇ જતા વિક્રમ અને પ્રજ્ઞાન ગુમ થઇ ગયા હોવાની શંકા જાગી હતી. આ સંબંધમાં ઇસરોના વડા  કે. શિવને સૌથી પહેલા  ઐતિહાસિક ક્ષણને માણવા માટે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલા જાણ કરી હતી.

ત્યારબાદ માહિતી આપતા કહ્યુ હતુ કે તમામ બાબતો યોગ્ય રીતે ચાલી રહી હતી ત્યારે ચન્દ્રથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે રહેલા વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક તુટી ગયો છે. ડેટામાં અભ્યાસ કરવાની કામગીરી ચાલી રહી છે. ચન્દ્રથી ૨.૧ કિલોમીટર સુધી તમામ બાબતો યોગ્ય રીતે ચાલી રહી હતી અને તમામ ડેટા મળી રહ્યા હતા. જો કે ત્યારબાદ એકાએક વિક્રમના ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તુટી ગયા હતા.

Share This Article