બેંગલોર : ભારતના મહત્વકાંક્ષી મિશન ચન્દ્રયાનને અપેક્ષા મુજબના પરિણામ ન મળતા અને ઇસરો સાથે લેન્ડર વિક્રમનો સંપર્ક તુટી ગયા બાદ ઇસરોના વડા કે. શિવાન ભારે નિરાશ દેખાયા હતા. તેઓ પોતાની ભાવનાને છુપાવી શક્યા ન હતા. તેઓ રડી પડ્યા હતા. એ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવીને હિમ્મત આપી હતી. મોદી અને શિવાન બંને ભાવુક બન્યા હતા. લેન્ડર વિક્રમનો સંપર્ક તુટી ગયા બાદ મોદીએ દેશ અને ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે નાની નાની નિષ્ફળતાથી ડરવાની કોઇ જરૂર નથી.
ઇસરો પોતે એક પ્રકારની સફળતાની ઇન્સાઇક્લોપિડિયા છે. તેમણે સંબોધનમાં કહ્યુ હતુ કે અમારા વૈજ્ઞાનિકો માખણ પર લાઇન ખેંચનાર લોકોમાંથી નથી બલ્કે પથ્થર પર લાઇન પાડનાર લોકોમાંના છે. તેમણે કહ્યુ હતુ કે અચડણોથી જુસ્સો ક્યારેય ઓછો થતો નથી. ઇસરોના વૈજ્ઞાનિકોએ એકપછી એક સફળતા હાંસલ કરી છે. હજુ વૈજ્ઞાનિકોના સફળ પ્રયાસો એક પછી એક સિદ્ધી ભારતને અપાવનાર છે. મોદીએ કહ્યુ હતુ કે ચન્દ્રયાન-૨ના અંતિમ તબક્કામાં પરિણામ અપેક્ષા મુજબના આવ્યા નથી પરંતુ વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ મહેનત આમાં દેખાઇ રહી છે. તેમની મહેનત પર દેશ અને દુનિયાના લોકોને ગર્વ છે.
તેમના ક્ષમતા અદ્ધભુત છે. તેમની કુશળતાની નોંધ આજે સમગ્ર દુનિયા લઇ રહી છે. ઇસરો કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તુટી ગયા બાદ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે તેઓ તેમની સાથે છે . હિમ્મતપૂર્વક આગળ વધવા મોદીએ અપીલ કરી હતી. હુ તમારી સાથે હ છુ તેમ મોદીએ કહ્યુ હતુ. મોદીએ પણ શાનદાર લીડર તરીકેની તેમની કુશળતા દર્શાવી હતી. તમામ નિરાશ થયેલા વૈજ્ઞાનિકોની હિમ્મત વધારી હતી. મોદી તે પહેલા ઉત્સુકતાપૂર્વક માહોલમાં વૈજ્ઞાનિકો સાથે ખુશખુશાલ દેખાઇ રહ્યા હતા.