નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે દેશને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે! તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે અને ભારતને હંમેશા ગૌરવ અપાવ્યું છે. આ હિંમતવાન બનવાની ક્ષણ છે, અને આપણે હિંમતવાન રહીશું. ઇસરોના અધ્યક્ષે ચંદ્રયાન -2 અંગે અપડેટ આપ્યું. આપણે આશાવાદી રહીશું અને આપણા અવકાશ પ્રોગ્રામ પર સખત મહેનત કરીશું.