ચંદ્રયાન-૨ સ્પેસ રેસની તરફ વિશ્વની આગેકૂચ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બેંગલોર : ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લોન્ચિંગ બાદ હવે આને ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના સૌથી મોટા મિશનની શરૂઆત થઇ ચુકી છે. ચંદ્રની સીડી ઉપર ચઢીને અંતરિક્ષ પર જીત મેળવવાની ચાહત ધરાવનાર દુનિયાભરના મોટા દેશ હવે એક એવી સ્પેસ રેસની દિશામાં આગળ વધી ગયા છે જેના આગામી ૨૦૦ વર્ષ સુધી જારી રહેવાની શક્યતા છે.

કોલ્ડવોરથી અલગ આ પ્રકારની સ્પર્ધાના ખેલાડી વધારે શક્તિશાળી અને અતિઆધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેશે. ૨૧મી સદીની આ સ્પેસ રેસમાં અમેરિકા અને રશિયા જેવા પરંપરાગત ખેલાડીઓની સાથે ચીન અને ભારત જેવા નવા ખેલાડી પણ મેદાનમાં છે જેના કારણે સ્પર્ધા વધારે રોમાંચિત બની ગઈ છે.

આ રેસમાં વિજય હાંસલ કરવા માટે ભારતે પણ આજે ચંદ્રયાન-૨ લોંચ કરીને પોતાની દાવેદારી કરી દીધી હતી. આની સાથે જ ભારત માટે અનંત અંતરિક્ષમાં આગળના દરવાજા પણ ખુલી ગયા છે. આજથી ૫૦ વર્ષ પહેલા એટલે કે ૨૦મી જુલાઈ ૧૯૬૯ના દિવસે અપોલો મિશન મારફતે અમેરિકાએ પ્રથમ વખત ચંદ્ર ઉપર પ્રવેશ કરીને વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. ત્યારબાદ ૨૦૦૩માં ચીને માનવયુક્ત મિશન મોકલીને સફળતા મેળવી હતી. સ્પેસમાં દાવેદારીના કારણે ચીન પણ આજે શક્તિશાળી છે.

Share This Article