જે બાબત પહેલા કલ્પનામાં પણ ન હતી તે બાબતને માનવીએ આખરે હકીકત કરીને દર્શાવી દીધી છે. જ્યારે ૫૦ વર્ષ પહેલા ૨૧મી જુલાઇ ૧૯૬૯ના દિવસે ભારતીય સમય મુજબ ૧.૧૪ વાગે નીલ આર્મસ્ટ્રોગે ચન્દ્રની જમીન પર પગલુ મુક્યુ હતુ. આ એક એવી ઘટના હતી જેના કારણે દુનિયાના દેશોના લોકો રોમાંચથી ભરાઇ ગયા હતા. એ વખતે એવી ચર્ચા છેડાઇ ગઇ હતી કે શુ ભારત પણ આવી ઐતિહાસિક સિદ્ધી કોઇ સમય હાંસલ કરી શકશે. થોડાક સમય બાદ ૧૫મી ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે ભારતીય અંતરિક્ષ સંસ્થા એટલે કે ઇસરોની રચના કરવામા આવી હતી. આ એક મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી હતી. અંતરિક્ષના ક્ષેત્રમાં મેદાન મારવા માટેની દિશામાં ભારત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે એવી આશા પણ જાગી હતી કે હવે એ દિવસ દુર નથી જ્યારે ભારત પણ ચન્દ્ર પર પહોંચશે. તે સમય હવે આવી ગયો છે. અમે ટુંક સમયમાં જ ચન્દ્ર પર પહોંચવા જઇ રહ્યા છીએ.
ચન્દ્ર પર સમય થોડાક સમય બાદ મુકીશુ પરંતુ અમે પણ સિદ્ધી હાંસલ કરવા જઇ રહ્યા છીએ. વાર્તાઓ અને કવિતામાં ચન્દ્રનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે પરંતુ કવિતાઓ અને વાર્તામાં ચન્દ્રને જે રીતે રજૂ કરવામાં આવે છે તેના કરતા ત્યાં સ્થિતી બિલકુલ અલગ પ્રકારની છે. અહીં પવન, જળ અને કોઇ જીવન પણ નથી. જા કોઇ ચીજ છે તો ૧૪.૫ દિવસના બરોબર એક દિવસ હોય છે. સાથે સાથે એટલી જ લાંબી રાત હોય છે. સપાટી પર ખાડા જ ખાડા છે. પર્વતો અને ખીણ છે. સાથે સાથે એક સન્નાટો પ્રવર્તે છે. આ તમામ બાબતો સિવાય અહીં ખનિજને લઇને પણ જોરદાર આકર્ષણ છે. ભારતના પ્રથમ અને સ્વનિર્મિત ભુ-ઉહગ્રહ આર્યભટ્ટને ૧૯૭૫માં લોન્ચિંગથી લઇને ૨૦૧૪માં માર્શ ઓર્બિટર મિશનના મંગળ ગ્રહની સપાટી પર પ્રથમ જ પ્રયાસમાં સ્થાપિત કરવાની અભૂતપૂર્વ સફળતા ભારત અને ઇસરો દ્વારા હાંસલ કરવામાં આવી છે. ખગોવ વિજ્ઞાનને સમર્પિત એસ્ટ્રોસેટથી લઇને સશ† સેના માટે ઉપયોગી ભુ-ઉપગ્રહ સુઘી ભારતે હજુ સુધી લોંચ કર્યા છે.
૨૨મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ચન્દ્રયાન-૧ પૃથ્વીથી ચાર લાખ કિલોમીટર દુર ચન્દ્રના અભ્યાસ માટે લોંચ કરવામાં સફળતા મળી હતી. હવે ચન્દ્રયાન-૨નો નંબર છે. ચન્દ્રની વાર્તા હમેંશા પુસ્તકોમાં જાવા મળે છે. પરંતુ વાર્તા અને કવિતા કરતા અહીં સ્થિતી અલગ છે., અહીં રહેલા ખનિજ તત્વોહવે પૃથ્વી પર ઉપલબ્ધ નતી. ચન્દ્ર પર હિલિયમ-૩ની માઇનિંગ કરીને તેનાથી પૃથ્વી પર ફ્યુજન પદ્ધિતીનો ઉપયોગ કરીને ઉર્જાની સમસ્યાને ઉકેલી શકાય છે. આવી તૈયારી પણ ચાલી રહી છે. સાથે સાથે ચન્દ્ર સૌર મંડળમાં દુરના મિશનો માટે એક આધાર કેમ્પ પણ બની શકે છે. ચન્દ્રયાન-૨ મુળરીતે રશિયાની સાથે સહકાર કાર્યક્રમ હતો. પરંતુ હવે આ પૂર્ણ રીતે ભારતીય છે. તમામ લોકોને આ અંગે માહિતી નથી કે ચન્દ્રયાન-૨ને જીએસએલવી માર્ક-૩ રોકેટ મારફતે લોંચ કરવામાં આવનાર છે. આમાં ક્રાયોજેનિક એન્જિન લાગેલા છે. છેલ્લા ૨૦ વર્ષના ગાળામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાની બાબતની નોંધ લઇને ઇસરોએ પોતે આ સફળતા હાંસલ કરી દીધી છે. આજે ઇસરો વિશ્વની સર્વોચ્ચ સંસ્થાઓમાં પોતાનુ સ્થાન ધરાવે છે.
દુનિયાના ઉપગ્રહ સફળતાપૂર્વક ઇસરો દ્વારા લોંચ કરવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ દુનિયામાં પણ ઇસરો વિશ્વ માટે એક આદર્શ અને વિશ્વસનીય સંસ્થા છે. આજે અમેરિકા સહિતના દેશો તેમના ઉપગ્રહ છોડવા માટે ઇસરોનો સંપર્ક કરે છે. તેમના ઉપગ્રહ છોડવામાં આવ્યા પણ છે. આંતરગ્રહીય અંતરિક્ષમાં ભારતનુ આ પગલુ શરૂઆત તરીકે છે પરંતુ તેમાં પડકારને પહોંચી વળવામાં સક્ષમ છે. આગામી મહિનામાં સુચિત ચન્દ્રયાન-૨ મિશનની પાછળ અનેક વર્ષોની મહેનત લાગેલી છે. તેના સાધન ચન્દ્રયાન -૧કરતા વધારે સારા દેખાઇ રહ્યા છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇસરો અહીં જ રોકાશે નહીં. તેના નવા ટાર્ગેટ પણ રહેલા છે. વિશ્વની તમામ ટોચની સંસ્થાઓ પણ ચોંકી ઉંઠે તેવા પરિણામ હાંસલ કરવા માટે ઇસરો તૈયાર છે. ઇસરોની ભાવિ યોજના પર હવે દેશ અને દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.