નવી દિલ્હી : દેશના મહત્વકાંક્ષી ચન્દ્રમિશન ચન્દ્રયાન -૨ના પરિક્ષણને નવમી અને ૧૬મી જુલાઇ વચ્ચે કરવામાં આવનાર છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરા)ના કહેવા મુજબ તમામ તૈયારી કરવામાં આવી રહી છે.ચન્દ્રયાન-બે આર્ટિબર અને લેન્ડરને ધરતીની કક્ષામાં સ્થાપિત કરવામા આવનાર છે. ત્યારબાદ તેને ચન્દ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવનાર છે. ચન્દ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા બાદ વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ચન્દ્રયાન-૨ના કેટલાક ટેસ્ટ નહી હોવાના કારણે તેને લોંચ કરવામાં સફળતા મળી ન હતી. ભારતની સાથે ચન્દ્રયાનની સાથે રોવર અને લેન્ડર ન હતા. હાલમાં તમામ પ્રક્રિયા અમે તૈયારી ચાલી રહી છે. ઇસરોના વૈજ્ઞાનિો અને એન્જિનિયરો આ દિશામાં આગળ વધી રહ્યા છે. નિર્ધાિરત તારીખ સુધી તમામ બાબતોને પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ચન્દ્રયાન-૨નુ વજન ૩૨૯૦ કિલોગ્રામ છે. ચન્દ્રમાની કક્ષામાં પહોંચી જવા માટે ભારત દ્વારા ટેકનિકલ બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. ઇસરોના ટોપના લોકોનુ કહેવુ છે કે લેન્ડરને ચન્દ્રના સાઉથ પોલમાં ઉતારી દેવામાં આવનાર છે.