ચન્દ્રબાબુ નાયડુ પણ મમતાના માર્ગે : વિપક્ષી એકતાના પ્રયાસ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય નથી ત્યારે તમામ મોટા અને ક્ષેત્રીય પક્ષો પોત પોતાની અંતિમ વ્યુહરચના તૈયાર કરવામાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને સત્તા પરથી દુર કરવા માટે એકબાજુ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પ્રયાસ કરી રહ્યા છે. મમતા દ્વારા વિરોધ પક્ષોને એક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે તેમના માર્ગ પર આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના નેતા ચન્દ્રબાબુ નાયડુ પણ ચાલી રહ્યા છે. મોદી સરકારને સત્તામાંથી દુર કરવા વિપક્ષી એકતાના પ્રયાસ તમામ ક્ષેત્રીય પક્ષો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.

નાયડુ હાલમાં જ કોંગ્રેસની વિરુદ્ધમાં વલણ અપનાવનાર માયાવતીને પમ એક મંચમાં લાવવા માટે સક્રિય દેખાઇ રહ્યા છે. જા કે વિપક્ષી ફ્રન્ટમાં નાયડુની એન્ટ્રી ખુબ મોડેથી થઇ છે. કારણ કે નાયડુએ હાલમાં જ માર્ચ મહિનામાં સ્પેશિયલ સ્ટેટસના મામલે નારાજગી વ્યક્ત કરીને આંધ્રપ્રદેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ મુક્યો હતો. આની સાથે જ એનડીએ સાથે છેડો પણ ફાડી લીધો હતો. તેમના નજીકના સુત્રોએ કહ્યુ છે કે નાયડ હાલના દિવસોમાં ભારે મહેનત કરી રહ્યા છે. તમામ સાથી પક્ષોને એક કરવાના પ્રયાસમાં લાગેલા છે.

આના માટે ઓવર ટાઇમ પણ કરી રહ્યા છે. કિંગ નહીં બલ્કે કિંગ મેકરની ભૂમિકા અદા કરવા માટેની તેમની યોજના છે. આંધ્રપ્રદેશના વિભાજન લોકસભાની સીટોની સંખ્યા ઘટી ગઇ છે. આવી Âસ્થતીમાં તેમને લાગે છે કે તેમની પાસે વિપક્ષી દળોનુ નેતૃત્વ કરવા માટે પુરતા પ્રમાણમાં સંખ્યાબળ નથી. વર્ષ ૨૦૧૪માં નાયડુએ રાજ્યના વિભાજન માટે કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવીને તેના પર પ્રહારો કર્યા હતા. હવે Âસ્થતી બદલાઇ રહી છે. શÂક્તશાળી ભાજપનો સામનો કરવા વિપક્ષ હવે એક થવાના પ્રયાસમાં છે.

Share This Article