આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રાબાબુ નાયડુની સામે પણ આ વખતે લડાઇ સરળ નથી. કારણ કે એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ હવે ભાજપના લોકોએ પણ તેમની સામે પડકારો ઉભા કરવાની તૈયારી કરી છે. એક દશક સુધી સત્તાથી નિર્વાિસત રહેલા ચન્દ્રાબાબુ નાયડુ માટે આ ચૂંટણી તેમની અÂગ્ન કસોટી સમાન છે. આંધ્રપ્રદેશની ૧૭૫ વિધાનસભા અને ૨૫ લોકસભા સીટો જીતવા માટે નાયડુની પાસે વિકાસનો નારો છે. જગન મોહન રેડ્ડીની આક્રમક શેલીની સામે ચન્દ્રાબાબુની પાસે વિજન છે, ડ્રીમ છે. સાથે સાથે જુના દેખાવનો રેકોર્ડ પણ છે. રાજનીતિના આ દિગ્ગજ ખેલાડીની સામે ટક્કર લેવાની બાબત રેડ્ડી માટે પણ સરળ નથી. મુખ્ય ટક્કર રેડ્ડી અને નાયડુ વચ્ચે રહેનાર છે. રાજનીતિના આ દિગ્ગજ પાસે ઓછા હથિયાર નથી. વાયએસઆરના ત્રણ લોકસભા સભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરાવીને રેડ્ડીને મોટો ફટકો આપી દીધો છે.
નાયડુએ આ દાવપેંચ રમીને સાબિતી આપી દીધી છે કે તેઓ આ ખેલના જુના ખેલાડી છે. નાયડુની પાસે તેમની પોતાની કમ્મા જાતિનુ મજબુત સમર્થન છે. જાતિય સમીકરણને સારી રીતે સમજનાર આ ખેલાડી આ વિષયના પણ અભ્યાસ સાથે મેદાનમાં ઉતરનાર છે. પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. અન્ય પાસા તરીકે નાયડુએ લઘુમતિ સમુદાયના એક વ્યÂક્તને પ્રધાન બનાવી દેવામાં આવ્યા છે. એંકદરે નાયડુ તમામ પાસા જીત માટેના ફેંકી રહ્યા છે. રેડ્ડી પણ ઓછા લડાયક દેખાઇ રહ્યા નથી. હવે નાયડુની નજર લઘુમતિ પર પણ કેન્દ્રિત છે.
ડિસેમ્બર મહિનાના અંતમાં નાયડુએ સામાજિક સશÂક્તકરણ પર શ્વેત પત્ર જારી કરીને કહ્યુ હતુ કે ભારે નાણાંકીય સંકટ હોવા છતાં તેમની સરકાર અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગ તેમજ લધુમતિઓના કલ્યાણ માટે ૧૦૧૨૧૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આનાથી સ્પષ્ટ થઇ જાય છે કે ચન્દ્રાબાબુ જાણે છે કે વિકાસ પોતાની જગ્યાએ છે અને ચૂંટણી જીતવા માટેની ગણતરી પણ અલગ છે. આંધ્રપ્રદેશમાં કેટલાક પક્ષો છે પરંતુ મુખ્ય ટક્કર તો રેડ્ડી અને નાયડુ વચ્ચે રહેનાર છે. આ બંને પાર્ટી મુખ્ય રીતે દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે. નાયડુ આંધ્રપ્રદેશને હજુ સુધી સ્પેશિયલ સ્ટેટસ રાજ્યને અપાવી શક્યા નથી. સાથે સાથે ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીના પડકારનો સામનો કરવા માટે તેમને ખાસ યોજના તૈયાર કરવાની જરૂર પડશે. આના માટે તેઓ હાલમાં કોઇ પાસા પર ચોક્કસપણે વિચારણા કરી રહ્યા છે.