પ્રોફેસર પાંડેના જણાવ્યા અનુસાર, આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાતે 9.57 કલાકથી શરુ થશે અને મોડી રાતે 1.27 સુધી રહેશે. સાડા ત્રણ કલાક આ ગ્રહણ પૂર્ણ ગ્રહણથી પણ વધારે પ્રભાવી હશે અને આકાશમાં પ્રભાવી રહેશે. પ્રોફેસર પાંડેએ જણાવ્યું કે, ચંદ્ર ગ્રહણના બે પ્રકારના પ્રભાવ હોય છે. પહેલું વૈશ્વિક પ્રભાવ અને બીજું વ્યક્તિગત પ્રભાવ. વ્યક્તિગત પ્રભાવ રાશિ અનુસાર જોવા મળે છે.
તેમણે કહ્યું કે, 7 સપ્ટેમ્બરનું ચંદ્ર ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ લાગશે. આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ ભારત માટે છે. ભારતના તમામ ભાગમાં તે દેખાશે. કાશીમાં ગ્રહણની શરૂઆત રાતના 9 વાગ્યાથી 57 મિનિટથી થશે. આ ચંદ્રગ્રહણ રાતના 1 વાગ્યેને 27 મિનિટ સુધી રહેશે.
આ રાશિના લોકોને ફરક પડશે
તેમણે જણાવ્યું કે, આ ચંદ્રગ્રહણ મેષ, વૃષભ, કન્યા અને ધનુ રાશિના લોકો માટે લાભદાયી રહેશે. પણ મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિવાળા માટે અશુભ ફળદાયી અને કષ્ટકારી રહેશે.
ભૂલથી ચંદ્રગ્રહણ જોઈ લઈએ તો શું થાય? તેના ઉપાય શું?
પ્રોફેસર પાંડેએ જણાવ્યું કે, જે રાશિઓ માટે આ ગ્રહણ અશુભ છે, તેમને આ ગ્રહણ ભૂલથી પણ ન જોવું જોઈએ. જો કોઈ ભૂલથી આ ચંદ્રગ્રહણ જોઈ લે તો ગ્રહણ ખતમ થયા બાદ સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો પહેરવા. ત્યાર બાદ કાંસાના વાસણમાં ચોખા ભરી દો. પછી તેમાં ચાંદી, સોનું અને લોખંડ તથા તાંબાનો નાગ રાખી દાન કરી દો. આ શુભ માનવામાં આવે છે. તેનાથી અશુભ પ્રભાવ ઘટી જશે. આ ગ્રહણ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી શુભ સંકેત નથી.
ખગ્રાસ ચંદ્રગ્રહણ
તેમણે જણાવ્યું કે, આ એક ખગ્રાસ ચંદ્ર ગ્રહણ છે. જેનું તાત્પર્ય છે કે આ પૂર્ણ ગ્રહણથી વધારે આકાશના ભાગને અધિગ્રહીત કરશે. આ ગ્રહણ આપણા દેશ માટે ખૂબ અશુભ નહીં હોય. જો કે ત્યાર બાદ સૂર્ય ગ્રહણની સ્થિતિ પણ બની રહી છે. પણ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવા સમયે સૂર્યગ્રહણનો પ્રભાવ નહીં થાય. આવી સ્થિતિમાં જ્યારે ખગ્રાસ ગ્રહણ હોય છે, તો કંઈકને કંઈક અવ્યવસ્થાઓ, કંઈકને કંઈક અસ્થિરતા પ્રદાન કરે છે. કંઈકને કંઈક અસંતોષની સ્થિતિ ઊભી કરે છે. સૂતક કાળમાં ભોજન ન કરવું જોઈએ. પણ તેમાં બાળકો, વડીલો અને દર્દીઓને છૂટ રહે છે. મંદિરમાં વિગ્રહ સ્પર્શ વર્જિત છે.