ચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આખરે ચંદા મામા દુર કે ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં તે અંતરિક્ષ યાત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મને લઇને સુશાંત સિંહ રાજપુતે ભારે મહેનત કરી હતી. તે અમેરિકામાં અંતરિક્ષયાત્રી તરીકે ટ્રેનિગં લેવા માટે નાસામાં પણ પણ ગયા હતો. થોડાક સમય સુધી ટ્રેનિંગ પણ લીધી હતી. જો કે તે હવે આ ફિલ્મને છોડી ચુક્યો છે. શુટિંગને લઇને તે પરેશાન હતો. કારણ કે શુટિંગને વારંવાર રોકવામાં આવતા તે મુશ્કેલી અનુભવી રહ્યો હતો. શુટિંગ શરૂ કરતા પહેલા સુશાંતે ખુબ મહેનત પણ કરી હતી. તેના માટે ખાસ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.

ફિલ્મને લઇને કેટલીક અડચણો સતત આવી રહી હતી. સૌથી પહેલા ફિલ્મ માટે સુશાંતની સાથે શ્રદ્ધા કપુરને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. જો કે થોડાક સમય સુધી તે પણ જોડાયા બાદ ફિલ્મને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. શ્રદ્ધા કપુરે ફિલ્મને છોડી દીધા બાદ હવે સુશાંતે ફિલ્મને છોડી દીધી છે. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મ સાથે સંબંધિત પ્રોજેક્ટ હવે આગળ વધી શકશે નહી. ફિલ્મમાં સુશાંત સાથે બીજા અંતરિક્ષ યાત્રી તરીકે આર માધવનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુશાંત હાલમાં કેટલાક અન્ય પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલો છે. તે કેદારનાથ નામની ફિલ્મમાં સેફ અલી ખાનની પુત્રી સારા સાથે નજરે પડનાર છે. અન્ય અનેક સારા પ્રોજેક્ટ પણ તે ધરાવે છે. એક ફિલ્મમાં તે ડાકુની ભૂમિકા પણ કરવા જઇ રહ્યો છે. કૃતિ સનુનની સાથે તેના સંબંધોની ભારે ચર્ચા રહી છે. બન્ને સાથે ફિલ્મ પણ કરી ચુક્યા છે.

Share This Article