માર્ચ મહિનામાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગાંધીનગર : ફેબ્રુઆરી મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ અને વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં તાપમાન ૪૮ કલાક યથાવત રહેશે અને ત્યારબાદ તાપમાન ઘટશે. એટલે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે અને બપોર થતા ગરમીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આવતીકાલથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થઇ જશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી થવાની શક્યતા રહેશે. રાત્રી અને વહેલી સવારે લઘુતમ તાપમાન નીચુ જઈ શકે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ૨૫થી ૨૬ ફેબ્રુઆરીના બીજુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા આ ફેબ્રુઆરી મહિનાના અંતમા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ૨૫થી ૨૭ ફેબ્રુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે. માર્ચ મહિનાની શરુઆતમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યનાં ભાગોમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમા છાંટા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવ આવશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ એપ્રિલ મહિના દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. આથી ઉતર ભારત સહિત ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. અને રાજ્યના કોઈ કોઈ ભાગમાં કરા પડી શકે છે

Share This Article