ચેમ્બર ઓફ કોમર્સ બિઝનેસ વુમન વિંગ કમિટીને વિખેરાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની બિઝનેસ વુમન વિંગ કમિટીનું ચાર મહિનામાં બીજી વખત વિસર્જન કરી દેવાતાં હવે આ મામલો ગરમાયો છે. ચાર મહિનામાં બીજીવાર બિઝનેસ વુમન વિંગ કમીટીને વિખેરવાની નોબત આવતાં હવે આ મુદ્દે ભારે ચર્ચા અને વિવાદ જાગ્યા છે.   કોઇપણ ધારાધોરણ વગર ચેમ્બરના હોદ્દેદારોના તઘલખી નિર્ણયોને લીધે નેહાબેન ભટ્ટને બે વખત પ્રમુખપદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. બિઝનેસ વુમન વિંગનો મુદ્દો આખરે હાઇપાવર કમિટી સુધી પહોંચી ગયો છે. હાઇપાવર કમિટીએ ચેમ્બરના હોદ્દેદારોની ઝાટકણી કાઢી અને ચેમ્બરની ગરિમા જળવાય તેવી રીતે વર્તવાનો આદેશ કર્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં ઠરાવ કરીને નેહા ભટ્ટને પ્રમુખ બનાવ્યાં હતા. ૧૫૦ મહિલા મેમ્બરમાંથી સર્વાનુમતે ૧૦ મેમ્બરની કમિટી બની હતી. કમિટી સાથે મહિલા વિંગ કમિટી બની હતી. બિઝનેસ વુમન વિંગ કમીટીને વિખેરવાને લઇ સર્જાયેલા સમગ્ર વિવાદ અંગે જીસીસીઆઇના પૂર્વ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, જે લોકો નેગેટીવ કામ કરે છે તેમને દૂર કરવા જોઇએ. હવે મહિલા વિંગ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. ત્યારે બિઝનેસ વુમન વિંગના કમિટી માટે ત્રીજી વખત પ્રક્રીયા થશે કે કમિટી માટે ચૂંટણી યોજાશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.  તો બીજીબાજુ, ચેમ્બર સાથે જાડાયેલી મહિલા પદાધિકારીઓ અને હોદ્દેદારોમાં પણ બિઝનેસ વુમન વિંગ કમીટીના વિસર્જનને લઇ હવે ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે.

 

 

Share This Article