ભારત હાલમાં નવી સરકારની રચનાને લઇને અભિભુત છે. જેને સમગ્ર રાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા માટેના વચન આપ્યા છે. સાથે સાથે આ સમસ્યાના નિકાલની પણ વાત કરી છે. જેમાં તમામ લોકોને સ્વચ્છ અને ગુણવત્તાવાળા પાણીને આપવા માટેની બાબત પણ સામેલ રહેલી છે. સરકારે આના માટે ગજેન્દ્રસિંહ શેખાવતને આની જવાબદારી સોંપી છે. તેમને અલગ જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સોંપી દેવામાં આવી છે. મંત્રાલય પાણી સાથે સંબંધિત તમામ મામલાને હાથ ધરશે અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરશે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળ વિવાદ તેમજ નમામી ગંગે પરિયોજના પણ સામેલ છે.
પાણી તમામ માટે જરૂરી છે. જેથી લોકોની અપેક્ષા પણ વધારે છે. આવી સ્થિતીમાં સરકારની પાસે જળ આપુર્તિ એજન્સીઓ તેમજ ગ્રામીણ તેમજ શહેરી સમુદાયની સિવાય ક્યા ક્યા વિકલ્પ રહી જાય છે. જળ માટે નિર્મિત મુવબુત માખખાની વધારે અસર થઇ રહી નથી. તેના જરૂરી ૨૮ હજાર કરોડ રૂપિયા પૈકી એક બજેટના એક હિસ્સાની ફાળવણી પણ કરવામાં આવી નથી. એનડીએ -૧ દ્વારા દરેક ખેતને પાણી અને પર ડ્રોપ મોર ક્રોપની ખાતરી કરવા માટે વડાપ્રધાન કૃષિ સિચાઇ યોજના શરૂ કરવામા આવી હતી. જા કે યોજના આંશિક રીત જ લક્ષ્ય સુધી પહોંચી શકી છે. યોજનાને વધારે અસરકારક બનાવી દેવાની જરૂર છે.
જેમ જેમ શહેરીકરણની ગતિ તીવ્ર બની રહી છે તેમ તેમ શહેરી ગરીબ પર વધારે બોજ પડે ચે. દેશની શહેરી વસ્તી પૈકી ૨૫ ટકા વસ્તી માત્ર એક કલાક પ્રતિદિન પાણીના પુરવઠાના આધાર પર કામ ચલાવે છે. ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૬૫ ટકા લોકોની હાલત તો આના કરતા પણ ખરાબ છે. સુરક્ષિત, વિશ્વસનીય અને પુરતો પાણી પુરવઠો ન મળવાના કારણે તેમના આરોગ્ય, આજીવિકા અને બાળકીઓના શિક્ષણ પર માઠી અસર થઇ રહી છે. રાજકીય સમાવેશ અને અસ્તિત્વ સામે પણ સંકટ સર્જાય છે. તેમને પાણીની ચોરી કરવાની ફરજ પડે છે. અથવા તો જળ માફિયા બનીને આગળ વધવાની ફરજ પડે છે.