ચહલ સામે સાઉથ આફ્રિકા બેહાલઃ 5 વિકેટ ખેરવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

યજમાન દેશ સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમના સ્પીનર્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાની સમગ્ર ટીમને 118 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી. ભારતીય બોલરોએ માત્ર 32.2 ઓવર સુધી વિરોધી ટીમને મેદાનમાં ટકવા દીધી હતી.

ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ પ્રદર્શ કરી 8.2 ઓવરમાં 22 રન આપી 5 વિકેટ પોતાના નામે કરી છે. કુલદીપે પણ 6 ઓવરમાં રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી.

119 રનના પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ હાલમાં 9.1 ઓવરે 1 વિકેટે 55 રન બનાવી રમી રહી છે.

Share This Article