નવી દિલ્હી :ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની એક સરકારી સંસ્થા છે. CERT-In ને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ, 2000 ની કલમ 70B હેઠળ ઇન્સિડેન્ટ રેપોન્સ માટે રાષ્ટ્રીય એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. CERT-In એ નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત સાયબરસેક્યુરીટીના ક્ષેત્રમાં સહકાર અને માહિતીની પ્રસારને પ્રોત્સાહન આપવા માસ્ટરકાર્ડ સાથે હાથ મિલાવ્યા છે. બંને સંસ્થાઓએ એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ તેઓ સાયબરસેક્યુરીટી ઇન્સિડેન્ટ રેપોન્સ, ક્ષમતા નિર્માણ, નાણાકીય ક્ષેત્રને વિશિષ્ટ સાયબર થ્રેટ સંબંધિત ગુપ્ત માહિતી શેર કરવા અને અદ્યતન માલવેર વિશ્લેષણના ક્ષેત્રોમાં નાણાકીય ક્ષેત્રના સંદર્ભમાં તેમની સહિયારી કુશળતાનો લાભ લેશે.
પરસ્પર સમજણના ભાગરૂપે, માસ્ટરકાર્ડ અને CERT-In નાણાકીય ક્ષેત્રની સંસ્થાઓની સાયબરસેક્યુરીટીને સુધારવા માટે સાયબર ક્ષમતા નિર્માણ, બજારના નવીનતમ વલણો અને શ્રેષ્ઠ પ્રથાઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપ યોજશે. ભારતની નાણાકીય ક્ષેત્રની ઇન્ફોર્મેશન સેક્યુરીટીની મજબૂત કરવા માટે બંને સંસ્થાઓ સંબંધિત સાયબર થરેટના વલણો, તકનીકી માહિતી, થ્રેટ ઇન્ટેલિજન્સ અને જોખમોના રિપોર્ટ પણ શેર કરશે.
મંત્રી જિતિન પ્રસાદની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવા દરમિયાન ડૉ. સંજય બહલ, CERT-In સાથે હાથ મિલાવતા ગૌતમ અગ્રવાલ, માસ્ટરકાર્ડ
વાણિજ્ય અને ઉદ્યોગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદએ જણાવ્યું હતું કે “સાયબરસેક્યુરીટી એ વર્તમાન સમયની જરૂરિયાત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર લોકો સુરક્ષિત છે, કારણ કે આ યુદ્ધ જમીન પર નથી પરંતુ સાયબર સ્પેસમાં છે. મને વિશ્વાસ છે કે આ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે જે માત્ર બંને સંસ્થાઓને જ નહીં પરંતુ સામાન્ય જનતાને પણ લાભદાયી થશે”.
માસ્ટરકાર્ડ ખાતે દક્ષિણ એશિયાના વિભાગીય પ્રમુખ શ્રી ગૌતમ અગ્રવાલે જણાવ્યું હતું કે “સુરક્ષા માટે માસ્ટરકાર્ડનો વ્યાપક અભિગમ તેના ભાગીદારો અને ગ્રાહકોને સાયબર જોખમમાં વધુ સારી દૃશ્યતા અને વધુ અનુકૂલનક્ષમતા અને સ્થિતિસ્થાપકતા આપે છે, તેમની સિસ્ટમને નવીનતમ AI ટેક્નોલોજી દ્વારા સુરક્ષિત કરે છે. કંપનીને ભારતના નાણાકીય ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે દેશમાં અભૂતપૂર્વ વૃદ્ધિને શક્તિ આપતા CERT-In સાથે સહયોગ કરીને આનંદ થઇ રહ્યો છે.”