ફેક ન્યૂઝ ફેલાવતી યુટ્યુબ ચેનલ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ દર્શાવતી યુટ્યુબ ચેનલો સામે મોટી કાર્યવાહી કરી છે. ફેક ન્યૂઝ ફેલાવવા બદલ સરકારે ૮ યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આ ચેનલો સમય પહેલા લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈફસ્) પર પ્રતિબંધ લગાવવા જેવા ફેક સમાચાર ફેલાવવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી ઘણા પર દેશની સેના વિશે ખોટી માહિતી ફેલાવવાનો પણ આરોપ છે. ત્યારે આ આ તમામ મુદ્દાને લઈને સરકારે ફેક ન્યૂઝ ફેલાવતી કેટલીક યુ-ટ્યુબ ચેનલો પર મોટી કાર્યવાહી કરી છે. આ યુટ્યુબ ચેનલોના વીડિયો ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ચેનલોમાં ઘણી ખામીઓ જોવા મળી હતી અને કેટલાક સમાચાર ભડકાઉ અને તદ્દન ફેક હતા. અધિકારીઓએ જણાવ્યું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ આ ચેનલો પરના ફેક ન્યૂઝની હકીકત તપાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે જે ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી છે તેના ૨ કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ફેક ન્યૂઝ અંગે સરકારની ચેતવણી જાહેર કરી જે જણાવીએ તો, તમને જણાવી દઈએ કે સરકાર ફેક ન્યૂઝને લઈને ઘણી સતર્ક થઈ ગઈ છે. સરકાર સોશિયલ મીડિયા પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજ અને સમુદાયને ગેરમાર્ગે દોરતી અને ઉશ્કેરતી સામગ્રી આપતા સમાચારો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પહેલીવાર નથી, આ પહેલા પણ સરકારે ફેક ન્યૂઝ ફેલાવતી ઘણી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. કઈ કઈ ન્યૂઝ ચેનલો કરાઈ બ્લોક?.. જે જણાવીએ તો, તમને જણાવી દઈએ કે આ ન્યૂઝ ચેનલો યુટ્યુબ ચેનલોમાં સામેલ છે જે બંધ થઈ ગઈ છે. આ તમામ ચેનલોના કરોડો સબ્સ્ક્રાઇબર્સ અને વ્યુઝ છે. યહા સચ દેખો કેપિટલ ટીવી  કેપીએસ ન્યૂઝ  સરકારી વ્લોગ અર્ન ટેક ઈન્ડિયા SPN9ન્યૂઝ એજ્યુકેશનલ દોસ્ત વર્લ્ડ બેસ્ટ ન્યૂઝ નો સમાવેશ થાય છે. આ અગાઉ ૨૦૨૨માં પણ યુ-ટ્યુબ ચેનલો પર મોટી કાર્યવાહી.. જે જણાવીએ તો, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવા બદલ સરકારે આ અગાઉ પણ ઘણી મોટી કાર્યવાહી હાથ ધરી હતી ખાસ કરીને  સરકારે ૨૦૨૨માં ખોટી માહિતી દર્શાવતા ૧૦૦ થી વધુ યુટ્યુબ ચેનલો અને ઘણા વીડિયો બ્લોક કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી છે. આ સાથે જ મંત્રાલયે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે.

Share This Article