સરકારે ૨૦૨૧ ના નિયમો હેઠળ ઓનલાઈન ગેમિંગ માટેના નિયમોને સૂચિત કર્યા છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે કોઈપણ ઓનલાઈન ગેમ, જે પૈસા સાથે જોડાયેલી હોય અને સટ્ટાબાજી સાથે સંકળાયેલી હોય, તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મંત્રીએ ઓનલાઇન ગેમિંગ માટે દિશા-નિર્દેશ જારી કરતા કહ્યું કે નિયમોને અંતિમ રૂપ આપવા પર કામ ચાલી રહ્યું છે.
આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યુ કે પૈસા ભેગા કરતી ઓનલાઇન ગેમ માટે KYC માપદંડોને પૂરા કરવા ફરજીયાત હશે. સરકારે ગુરૂવારે ઓનલાઇન ગેમિંગ માટે નિયમ જાહેર કર્યાં, જે સટ્ટાબાજી અને દાંવ લગાવનાર કોઈપણ ગેમને પ્રતિબંધિત કરે છે.
માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સટ્ટાબાજી કે સટ્ટા સાથે સંકળાયેલી ઓનલાઈન ગેમ્સ નવા ઓનલાઈન ગેમિંગ નિયમોના દાયરામાં આવશે. બહુવિધ સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન્સ (SROS) હશે અને આ SROSમાં ઉદ્યોગ સહિત તમામ હિતધારકોની ભાગીદારી હશે. ચંદ્રશેખરે કહ્યુ કે અમે એક એવા ફ્રેમવર્કની સાથે કામ કરી રહ્યાં છીએ, જે દરેક ઓનલાઇન ગેમિંગને મંજૂરી આપશે. તે માટે SROS કામ કરશે અને તેમાં ઘણા SROS સામેલ હશે. મીડિયા સંસ્થાઓને આપી ચેતવણી..!! સૂચના અને પ્રસારણ મંત્રાલયે આજે મીડિયા સંસ્થાઓ, મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઇન જાહેરાત માધ્યમોને સલાહ આપી છે કે તે સટ્ટાબાજી પ્લેટફોર્મની જાહેરાત/પ્રચાર સામગ્રીને પ્રસારિત કરવાથી દૂર રહે. આજે જારી કરાયેલ એડવાઈઝરીમાં, મંત્રાલયે મુખ્ય પ્રવાહના અંગ્રેજી અને હિન્દી અખબારો દ્વારા સટ્ટાબાજીની વેબસાઈટની જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીના તાજેતરના પ્રકાશનનો પણ સખત વિરોધ નોંધાવ્યો છે. અખબારો, ટેલિવિઝન ચેનલો અને ઓનલાઈન ન્યૂઝ પબ્લિશર્સ સહિત તમામ મીડિયા ફોર્મેટ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે અને તાજેતરના ભૂતકાળમાં મીડિયામાં દેખાતી આવી જાહેરાતોના ચોક્કસ ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે.
શરૂ કરી ફેક્ટ ચેક યુનિટ..!! ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુરુવારે જણાવ્યું હતું કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એક એકમને સૂચિત કરશે જે સરકાર સંબંધિત ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલી ખોટી માહિતીને ચિન્હિત કરશે. ચંદ્રશેખરે કહ્યુ કે સરકારે Meity ના માધ્યમથી એક યુનિટને નોટિફાઈ કરવાનો ર્નિણય કર્યો છે. આ સંગઠન તે લોકો અને તેના ઓનલાઇન કન્ટેન્ટના દરેક પાસાઓ માટે તથ્યોની તપાસ કરશે, જે સરકારથી સંબંધિત છે.