રાંચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું આજે નેતૃત્વ કર્યું હતું. મોદીએ પોતે રાંચીમાં ૩૦ હજારથી વધુ લોકોની સાથે ઉત્સાહપૂર્વક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોદી યોગ કાર્યક્રમ વેળા તમામ લોકોની વચ્ચે યોગ પ્રક્રિયા કરતા દેખાયા હતા.યોગાસન શરૂ કરતા પહેલા મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને શુભેચ્છા પાઠવી હતી. યોગ દિવસની ઉજવણીની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્ય કાર્યક્રમ આજે રાંચીમાં આયોજિત કરવામાં આવ્યો જેમાં વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહ્યા અને યોગ કરીને લોકો માટે દાખલો પણ બેસાડ્યો
- મોદી સવારમાં જ રાંચી ખાતે પહોંચી ગયા અને ઉપસ્થિત લોકોને સંબોધન કરીને યોગના મહત્વ અંગે વાત કરી હતી
- વડાપ્રધાન મોદી પોતે લોકોની વચ્ચે યોગ સાધનામાં જાડાઇ ગયા હતા
- રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ૩૦૦૦૦ લોકોની સાથે મોદીએ યોગ સાધના કરી
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૧૭૦થી વધુ દેશોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા
- પ્રજાસત્તાક દિવસ અને ૧૫મી ઓગસ્ટની જેમજ યોગ દિવસના કાર્યક્રમની દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી
- યોગ દિવસને લઇને મજબૂત સુરક્ષા વ્યવસ્થા પણ તમામ રાજ્યોમાં રાખવામાં આવી
- ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય દિવસને સફળ બનાવવા પહેલાથી જ તૈયારી ચાલી રહી હતી
- નરેન્દ્ર મોદી સરકાર વિશ્વ સ્તર પર કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ કરી રહી હતી
- જુદા જુદા રાજ્યોમાં પણ ખાસ યોગ સાધનાના કાર્યક્રમ યોજવામાં આવ્યા
- કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ અને રિહર્સલની પ્રક્રિયા શરૂ થઇ
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારના પ્રધાનો પણ જુદા જુદા રાજ્યોમાં યોગ કાર્યક્રમમાં જાડાયા
- સંયુક્ત રાષ્ટ્રે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી
- જુદી જુદી સ્કૂલોમાં અને જુદી જુદી સરકારી સંસ્થાઓમાં પણ જોરદાર કાર્યક્રમ યોજાયા
- દેશભરની સ્કૂલોમાં યોગ દિવસે યોગના કાર્યક્રમ થયા
- ભાજપ પ્રમુખ અમિત શાહ હરિયાણામાં યોગ કાર્યક્રમાં અને રાજનાથ સિંહ દિલ્હીમાં દેખાયા
- હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૧૯૦૦૦ ફુટની ઉંચાઇએ માઇનસ તાપમાનમાં યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
- બીચ પર પણ કેટલીક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
- યોગ ગુરૂ બાબા રામદેવ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસની સાથે જાડાયા
- યોગના મામલે જાણીતી અને સેલિબ્રિટી શિલ્પા શેટ્ટી પણ યોગના કાર્યક્રમમાં સામેલ થઇ