નવરંગપુરા ગામ ખાતે આવેલ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં શ્રી અંબાજી માતાજી નવરંગપુરામાં માતાજીએ માઉભક્તોને કળિયુગમાં દર્શનથી આર્શીવાદ આપવા અષાઠ સુદ-૧૨ તા:૨૭/૦૭/૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ અને અષાઠ વદ-૪ તા:૨૭/૦૭/૨૦૨૧ને મંગળવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે કુમ કુમના પગલાં પાડેલ હતા. નવરંગપુરા શ્રી અંબાજી માતાજી સંકુલમાં ૫૧-શક્તિપીઠ,૧૨- જ્યોતિલીંગ, ગબ્બર દર્શન તથા શનિદેવ મહારાજના પણ દર્શન કરી ભક્તો પાવન થાય છે. માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રિએ અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન ચૈત્ર સુદ – ૮ તા.૧૬/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ માતાજીનો હવન કરવામાં આવશે. જેમાં અનેક માઈભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા પ્રાપ્ત કરશે. માતાજી માઈભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.