રમઝાન પર્વની આજે ભવ્ય ઉજવણી : જોરદાર ઉત્સાહ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં  રમઝાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને ઇદના એક દિવસ પહેલા બજારમાં જોરદાર ધસારો જોવા મળ્યો હતો. ધરખમ ખરીદી કરવામાં આવી હતી. સવારથી જ ઇદની ઉજવણી શરૂ થશે. મુસ્લિમ સમુદાયના લોકો ઇદને લઇને ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ચાંદ દેખાઈ આવ્યા બાદ ઇદની ઉજવણી  થશે.

આની સાથે જ છેલ્લા એક મહિનાથી ચાલતા પવિત્ર રમઝાન મહિનાની પણ પૂર્ણાહૂતિ થનાર છે. રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો વિશેષ કાળજી રાખી રહ્યા હતા. તીવ્ર ગરમી હોવા છતાં પણ રમઝાનમાં ઉપવાસ કરીને જટિલ ધાર્મિક પરંપરા પાળવામાં આવી રહી હતી. રમઝાન મહિનાના અંતિમ દિવસોમાં માત્ર મોટી વયના લોકો જ નહીં બલ્કે બાળકો પણ રોજા રાખીને વિશેષ ઇબાદત કરે છે. ગરમીનો પારો ૪૨થી પણ ઉપર પહોંચ્યો છે ત્યારે બાળકો પણ રોજા રાખી રહ્યા હતા.  રમઝાન મહિનાની પૂર્ણાહૂતિ થઇ રહી છે. સામાન્યરીતે સમગ્ર રમઝાન મહિનાને ખુબ મહત્વપૂર્ણ અને પવિત્ર ગણવામાં આવે છે પરંતુ રમઝાનના ગાળા દરમિયાન ૧૧માં, ૧૭માં, ૨૧માં, ૨૬માં અને ૨૭માં રોઝાનું ખાસ મહત્વ રહે છે.

પ્રથમ રોજા રાખનાર લોકો આમાથી જ કોઇ એક દિવસની પસંદગી કરે છે. રવિવારના દિવસે ૨૭માં રોજાનો દિવસ હોવાથી અનેક બાળકોએ પણ રોજા રાખ્યા હતા જેના ભાગરુપે બાળકોને પુષ્પહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં પણ ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામેલ થયેલા સગાસંબંધીઓએ પ્રથમ રોજા રાખનારને ભેંટ આપી હતી. મિઠાઈઓની પણ વહેંચણી કરવામાં આવી હતી. રમઝાનને લઇને મોટા શો રુમ અને દુકાનોને  સજાવવામાં આવી હતી.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/70072be8c9d781950de4e62d1eaef640.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151