અમદાવાદ : કરોડો હિન્દુઓનું સપનું આજે સાકાર થયું છે. આ સંસાર અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણનો સાક્ષી બન્યો છે. અતિ ભવ્ય, અતિ દિવ્ય, અતિ સુંદર રામ મંદિર અયોધ્યામાં આજે ખુલ્લુ મૂકાયું છે. ૫૦૦ વર્ષની પ્રતિક્ષા બાદ ભક્તોની ઈચ્છા આખરે પૂરી થઈ છે. ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની સમગ્ર ભારતવર્ષ રોમાંચિત થયું છે. દેશમાં આજે ખરેખર બીજી દિવાળીનો દિવસ બન્યો છે.PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આંખેથી પટ્ટી ખોલી, હાથમાં કમળ લઈને પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ ક્ષણ આખા દેશ માટે ગર્વની બની હતી. ત્યારે રામલલ્લાના આગમન પર ન જાણે કેટલાય રેકોર્ડ બન્યા અને કેટલા તૂટ્યા. રામલલ્લાના આગમન પર દરગાહમાં પણ દીપ પ્રગટ્યા છે.
અમદાવાદમાં આવેલી શાહ-એ-આલમ દરગાહે દરગાહ પર ૧૦૧ માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ દરગાહ પર દીપ પ્રગટાવીને રામલલ્લાને આવકાર્યા હતા. ત્યારે આ ક્ષણ અદભૂત બની હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મુસ્લિમ બિરાદરોએ બિરદાવ્યો છે. આ ખુશી વ્યક્ત કરવા દરગાહમાં દીવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more