વ્યાપક શોધખોળની સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેંગલોર :  જુદી જુદી અનેક તપાસ સંસ્થાઓને આવરી લઇને છેલ્લા ૩૦ કલાકથી ચાલી રહેલી વ્યાપક શોધખોળ બાદ આખરે આજે સવારે  લાપતા થયેલા સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. સિદ્ધાર્થનો મતૃતેહ હોયગે બજારની નજીક મુલિહિતલુદ્ધિપની પાસે મળી આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો. સિદ્ધાર્થ સોમવારના દિવસથી જ લાપતા થયેલા હતા. સીસીડી સ્થાપક સિદ્ધાર્થ સોમવારના દિવસે લાપતા થઇ ગયા હતા. તેમની શોધખોળ મોટા પાયે ચાલી રહી હતી. લાપતા થતા પહેલા સિદ્ધાર્થે તેમના પત્રમાં તેમની સામે રહેલી અનેક સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો.વ્યાપક શોધખોળની સાથે સાથે નીચે મુજબ છે

  • સીસીડીના લાપતા થયેલા માલિક સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો
  • ૩૦ કલાક સુધી વ્યાપક શોધખોળ ચલાવવામાં આવ્યા બાદ મૃતદેહ મળ્યો
  • શોધખોળમાં જુદી જુદી તપાસ ટીમને મેદાનમાં ઉતારી દેવામાં આવી હતી
  • સોમવારના દિવસે લાપતા થયા બાદ પોલીસ અને અન્યો લાગી ગયા હતા
  • શોધખોળમાં ડે ડેપ્યુટી કમીશનર અને બે એસપી સહિત ૧૨૫ પોલીસ જવાનો લાગેલા હતા
  • ફાયદ બ્રિગેડના ૪૫ જવાનો, બે વોટર ટેન્ડર અને નવ બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી
  • એનડીઆરએફના ૨૭ જવાનો અને ટાર બોટ પણ લાગેલી હતી
  • સાત સ્થાનિક લોકો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી રહી હતી
  • શોધખોળમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી
  • સવારમાં ૬-૩૦ વાગે મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે લાશ મોકલી દેવાઇ
  • સિદ્ધાર્થે લાપતા થતા પહેલા ભાવનાશીલ પત્ર લખ્યો હતો જેમાં વિવિધ બાબતો અને પોતાની સામે રહેલી તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો.
Share This Article