અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, વર્ષ ૨૦૨૬થી, ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે. આ ફેરફારો કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વધુ મોકા અને લવચીકતા મળે, જેથી તેઓ બીમારી, ખાનગી કારણો અથવા અન્ય પરિસ્થિતિઓના કારણે કોઈ પરીક્ષા ચૂકી જાય તો તે પાછી પરીક્ષા આપી શકે છે.
આ નવા નિયમો હેઠળ, સીબીએસસી ૨૦૨૬થી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. આથી કોઈ વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષા આપતા સમયે બીમાર હોય, અથવા કોઈ અન્ય કારણસર પરીક્ષા ચૂકી જાય, તો તેને બીજી તક આપવામાં આવશે. આ ર્નિણય સીબીએસસી એના વિદ્યાર્થીઓને વધારે તક આપે છે.
આ નવી પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ માટે પણ વધુ શાંતિ અને તણાવમુક્ત પરીક્ષા વાતાવરણ મળશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સુધારાઓના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ કટોકટી અને લાગણાત્મક દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. તેઓએ કહ્યું કે, “આ પરીક્ષા સુધારાઓ વિદ્યાર્થીઓમાં તણાવ ઘટાડવા માટે બનાવવામાં આવ્યા છે. આ પગલાં સંતુલિત મૂલ્યાંકન પદ્ધતિ માટે મદદરૂપ થશે, જે માત્ર યાદ રાખવાને બદલે, બાળકોની વિચારશક્તિ અને સમજણ પર વધુ ભાર મૂકે છે.
”આ ઉપરાંત, સીબીએસસી એ જે નવું મોડેલ રજૂ કરવાની યોજના બનાવી છે, તે વિદ્યાર્થીઓ માટે વધુ પ્રેક્ટિકલ સીબીએસસી ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી તેની ૨૬૦ વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ પણ રજૂ કરશે. આ અભ્યાસક્રમ, જે વૈશ્વિક ધોરણો અને પદ્ધતિઓને અનુરૂપ હશે,આથી સીબીએસસી માત્ર ભારતીય શાળાઓમાં જ નહીં, પરંતુ વિદેશી શાળાઓમાં પણ આ નવું અભ્યાસક્રમ શરૂ કરીને વૈશ્વિક દ્રષ્ટિએ શિક્ષણ માટે નવી દિશા અપનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શાળા અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા સીબીએસસી એ તમામ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા આપતી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, શાળાઓને પોર્ટલ પર તમામ પ્રતિસાદ અપલોડ કરવાનો રહેશે. જો બોર્ડ સંબંધિત સમસ્યાઓ હોય, તો શાળાઓને સીબીએસસીના ઇમેઇલ પર મોકલવાનું અનુરોધ કરવામાં આવ્યું છે.
સીબીએસસીએ વિદ્યાર્થીઓ અને દરેક હિસ્સેદારોને પેપર લીક અને ખોટી માહિતી સામે સાવધાની રાખવાનો સંદેશ પણ આપ્યો છે. બોર્ડે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વસનીયતા રાખવી જાેઈએ. આ સંદર્ભમાં, સીબીએસસીએ હાલમાં ૪૨ લાખથી વધુ વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં ભારત અને વિદેશમાં ૭,૮૪૨ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સંચાલિત કરી રહી છે.