HRD મંત્રાલય ધોરણ દસના પેપર લીક થયા હોવાના સમાચારો વચ્ચે HRD મંત્રાલયે ધોરણ દસના ગણીતની ફરીથી પરિક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો હતો.
મંત્રાલયે કહ્યું હતું કે ધોરણ દસની પરિક્ષા તો શાળાઓમાં જ લેવાતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ સચિવ અનીલ સ્વરૂપે અગાઉ કહ્યું હતું કે ‘ ધોરણ દસના ગણીતના પેપર લીક થવાના અહેવાલોની પ્રાથમિક અસર તપાસતા તેમજ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇને સીબીએસઇ એ પરિક્ષા ફરીથી નહીં લેવાનો નિર્ણય કર્યો હતો.
એક નિવેદનમાં સીબીએસઇએ કહ્યું હતું કે ધોરણ દસની પરિક્ષા સામાન્ય રીતે ધોરણ અગિયારમાં આવાવનો મુખ્ય દરવાજો હોય છે અને એટલા માટે જ તે એક આંતરિક બાબત હોવાથી પરિક્ષા ફરીથી નહીં લેવાય. તો સામે પક્ષે ધોરણ બારની પરિક્ષા કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણનો દરવાજો હોવાથી મુઠ્ઠીભર લોકોને આનો ફાયદો થાય એવું અમે નહીં કરીએ.