કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)નું આજે ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ત્રિવેંદ્રમ ૯૭.૩૨ ટકા પરિણામ સાથે સૌથી મેખરે રહ્યું જ્યારે ચેન્નઇ ક્ષેત્ર ૯૩.૮૭ ટકા પરિણામ મેળવી બીજા સ્થાન અને દિલ્હી ૮૯ ટકા પરિણામ મેળવી ત્રીજા સ્થાન પર રહ્યું છે.
આ પરીક્ષામાં કુલ ૧૧,૦૬,૭૭૨ વિદ્યાર્થીઓએ હાજર રહ્યાં હતી, જેમાંથી ૯,૧૮,૭૬૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષનું પરિણામ ૮૩.૦૧ ટકા રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે ૧ ટકો વધુ છે.
નોએડાના તાજ એક્સપ્રેસ વેના સેક્ટર-૧૩૨ની સ્ટેપ બાય સ્ટેપ શાળાની મેઘના શ્રીવાસ્તવે ૫૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવી પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. છોકરાઓની પરિણામ ૭૮.૯૯ ટકા રહ્યું, જ્યારે છોકરીઓનું પરિણામ ૮૮.૩૧ ટકા રહ્યું છે, જે છોકરાઓની સરખામણીમાં ૯.૩૨ ટકા વધુ છે.