અમદાવાદ : સીબીએસઈ બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા દેશમાં પ્રથમ સ્થાને રહી છે. આ બંને વિદ્યાર્થીનીઓએ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી લીધા છે. ૧૩ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ની પરીક્ષામાં ઉપÂસ્થત રહ્યા હતા. પરીક્ષાની છેલ્લી તારીખના ૨૮ દિવસના ગાળામાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં ધોરણ ૧૨ અને ધોરણ ૧૦ની પરીક્ષા યોજવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં આ વખતે પણ હંસિકા શુક્લા ટોપ ઉપર રહી છે. હંસિકા શુક્લા ડીપીએસ ગાઝિયાબાદમાં અભ્યાસ કરે છે જ્યારે કરિશ્મા અરોરા મુઝફ્ફરનગરમાં એસડી પÂબ્લક સ્કુલમાં અભ્યાસ કરે છે. બંનેએ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવ્યા છે.
હંસિકાના માર્કની વાત કરવામાં આવે તો અંગ્રેજીમાં એક માર્ક કપાયો છે. પોલિટીકલ સાયન્સ અને અન્ય વિષયમાં પુરેપુરા માર્ક આવ્યા છે. હંસિકા શુક્લાના પિતા સાકેતકુમાર રાજ્યસભામાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે છે. જ્યારે તેમની માતા મીના શુક્લા વીએમએલજી કોલેજમાં ટિચર છે. હંસિકા આઇએએસ બનીને બાળકોને ભણાવવાની ઇચ્છા ધરાવે છે. બીજા સ્થાને ત્રણ વિદ્યાર્થીનીઓ રહી છે જેમાં ગૌરાંગી ચાવલા, રાયબરેલીની ઐશ્વર્યા અને જિંદની ભવ્યાના ૪૯૮ માર્ક છે. સીબીએસઈ ટોપર એવી ગાઝિયાબાદની હંસિકા શુક્લાને પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, સાઇકોલોજી અને વોકલ મ્યૂઝિકમાં ૧૦૦માંથી ૧૦૦ અને ઈંગ્લિશમાં ૧૦૦માંથી ૯૯ માર્ક મળ્યાં છે. તેણીએ જણાવ્યું હતુ કે, તેની માતા ઈચ્છે છે કે, હું પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરું, પરંતુ મેં ઘરે રહીને અભ્યાસ કર્યો. હું આગળ સાઇકોલોજીમાં ભણવા માગુ છું. ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જવા ઈચ્છું છું.