અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ધમધમતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈએ એક સાથે રેડ પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે અને સીબીઆઈના દરોડાથી તેમા મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ધમધમતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈએ એક સાથે રેડ પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે અને સીબીઆઈના દરોડાથી તેમા મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના છે. કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાની આખી સિસ્ટમ છે અને ઘણા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ એફબીઆઈએ આ મામલે દરોડા પાડ્યા હતા. ફરી એકવાર એ વાત સામે આવી રહી છે કે 350 લોકોની સીબીઆઈની ટીમે ગુજરાતમાં 350 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચાલતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ કચેરીને પણ જાણ થઈ છે અને જરૂર પડ્યે તેમની મદદ લેવા જણાવ્યું છે.
સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. અમેરિકન નાગરિકો પાસેથી લોન કે ક્રેડિટ કાર્ડના નામે ધાકધમકી આપીને ડોલર પડાવવાનું રેકેટ અગાઉ પણ અનેક વખત પકડાઈ ચૂક્યું છે. જેમાં કોલ સેન્ટરના મોટા અધિકારીઓએ અબજો રૂપિયાની ઉચાપત કરી છે. જીવનશૈલી માટે પ્રખ્યાત આ કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટી રકમની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવે છે અને લોકોને પોતાની જાળમાં ફસાવીને સમગ્ર સિસ્ટમમાંથી ડોલર પડાવી લે છે. આખી રાત દરોડા ચાલુ રહ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી સીબીઆઈની ટીમે અમદાવાદ શહેર અને આસપાસના ૩૫ જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. મોડી રાતથી આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક કોલ સેન્ટર છે.