સીબીઆઇ તો સીબીઆઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને સીબીઆઇ આમને સામને આવી ગયા છે. આ મામલે સીબીઆઇની સાથે ખરાબ વર્તનના મુદ્દા ભાજપ સરકાર પણ મેદાનમાં આવી ગઇ છે. જાણકાર રાજકીય પંડિતો કહે છે કે ભાજપ એવી પાર્ટી નથી જેવી પાર્ટી સીપીએમ છે. સીપીએમને મમતાએ પછડાટ આપી દીધી હતી પરંતુ આ પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગદર્શન પર ચાલનાર પાર્ટી છે. જાણકાર લોકો કહે છે કે આ મામલે મમતાને હજુ પણ ફટકા પડી શકે છે. કારણ કે જે સીબીઆઇ અધિકારીઓને ખરાબ વર્તન કરીને બંગાળમાં રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તે જ સીબીઆઇની ટીમ હવે પોલીસ અધિકારી રાજીવ કુમારની પુછપરછ કરનાર છે. રાજીવ કુમારની ધરપકડ તો કરવામાં નહીં આવે પરંતુ સીબીઆઇ તો સીબીઆઇ છે.

તે મેઘાલયમાં હવે રાજીવની પુછપરછ કરનાર છે. જ્યાં મમતા બેનર્જીનો પડછાયો પણ રહેશે નહીં. પોલીસ અને ધરણા પ્રદર્શન જેવી બાબત તો દુર છે તેમના પડછાયા પણ રહેશે નહીં. આવી સ્થિતીમાં હવે પોલીસ કમીશનરની મુશ્કેલી વેધક સવાલોના કારણે વધી શકે છે. મમતા બેનર્જીને વધુ મુશ્કેલી નડી શકે છે. કારણ કે આ જ પોલીસ અધિકારીએ શારદા ચિટ ફંડ મામલામાં મમતાને ક્લીન ચીટ આપી હતી. હવે એ પોતે તપાસના ઘેરામાં છે. રવિવાર સુધી આકરી પુછપરછ કરવામાં આવી શકે છે.

હવે રાજીવ કુમારને બંગાળના અધિકારીઓ પ્રશ્નોના જવાબ કઇ રીતે આપવા તૈની તૈયારી કરાવી રહ્યાહોવાની પણ જાણકારી મળી રહી છે. એમ પણ જાણવા મળી રહ્યુ છે કે ૧૦૦ જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી ચુકી છે જે સીબીઆઇની ટીમ રાજીવને પુછી શકે છે. જા કે રાજીવ પર દબાણ હવે ચોક્કસપણે વધી જાય તે સ્વાભાવિક છે.

Share This Article