નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઇ વિવાદના મામલે તેનો ચુકાદો આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે આ તેમની નૈતિક જીત થઇ છે. મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે રાજ્યના અને તમામ લોકોની ચુકાદાના કારણે જીત થઇ છે. જા કે મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે ઉતાવળમાં તેઓકોઇ પ્રતિક્રિયા આપવા માંગતા નથી. ધરણા બંધ કરવાને લઇને મમતાએ કોઇ વાત કરી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ મમતાએ કહ્યુ હતુ કે મોદી સરકાર પોલીસ જવાનોને હેરાન કરી રહી છે. સત્તાનો દુરુપયોગ કરવામા આવી રહ્યો છે. મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે સરકારથી તમામ લોકો પરેશાન થયેલા છે.
સીબીઆઇની ટીમ પણ નોટીસ વગર જ કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારની પુછપરછ કરવા માટે પહોંચી ગઇ હતી. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારને પુછપરછ માટે સીબીઆઇની ટીમ સમક્ષ હાજર થવુ પડશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે પુછપરછ દરમિયાન કોલકત્તાના પોલીસ કમીશનરની અટકાયત અથવા તો ધરપકડ કરી શકાશે નહીં.
સીજેઆઇના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની બેંચે આ મુજબનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના મામલામાં સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કોલકત્તાના પોલીસ કમીશનર, ડીજીપી અને પશ્ચિંમ બંગાળની સરકારને આદેશ કર્યો હતો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને મમતા વચ્ચે ખેંચતાણ વધી શકે છે.