નવી દિલ્હી : કેન્દ્રિય તપાસ બ્યુરો (સીબીઆઇ)ની અંદર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે આલોક વર્માની અરજી પર આખરે ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તાજા વિવાદ પરપ કેન્દ્ર સરકારને નોટીસ આપીને કહેવામાં આવ્યુ છે કે સીવીસી આલોક વર્માની સામે બે સપ્તાહમાં જ તપાસ પૂર્ણ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના એક નિવૃત જજના સુપરવિજનમાં આ મામલાની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ કાર્યકારી સીબીઆઇ ચફ પર મોટો નિર્દેશ આપતા કહ્યુ છે કે તે આ સમય ગાળા દરમિયાન કોઇ મોટો નિર્ણય કરી શકશે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે નાગેશ્વર રાવ દ્વારા જે નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યા છે તે સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે.
આ મામલામાં ૧૨મી નવેમ્બરના દિવસે વધુ સુનાવણી કરવામાં આવનાર છે. હાલમાં સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે મોડી રાતથી લઇને દિવસ દરમિયાન જારદાર ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યા હોય તેવા ઘટનાક્રમ જાવા મળ્યા હતા. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા. બીજી બાજુ વર્માની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. રાવ સીબીઆઈમાં હજુ સુધી જાઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૮૬ની બેંચના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના નિવાસી છે. સૌથી પહેલા આલોક વર્માએ આદેશ જારી કર્યો હતો કે સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના પાસેથી તમામ જવાબદારી પરત લઇ લેવામાં આવી રહી છે. સીબીઆઇ દ્વારા અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે.
મંગળવારના દિવસે દિલ્હી હાઇકોર્ટમાં સીબીઆઇએ એક બોંબ ફોડીને અસ્થાના પર વસુલી રેકેટ ચલાવવાનો આરોપ મુક્યો હતો. જા કે અસ્થાનાએ આને રદિયો આપ્યો હતો. સાથે સાથે વર્મા પર તેમને ફસાવી દેવાના વળતા આરોપ મુક્યા હતા. સીબીઆઇના ડિરેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યા બાદ તરત જ સક્રિય થઇને આ સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી હતી. સરકારે નવો આદેશ જાર કરીને સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દીધા હતા. સાથે સાથે અસ્થાનાને પણ રજા પર મોકલી દીધા હતા. ત્યારબાદ તરત જ સરકાર દ્વારા આદેશ કરીને કહેવામાં આવ્યુ હતુ કે વર્માની જગ્યાએ નાગેશ્વર રાવ વચગાળાના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. તેમની વર્માની જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. સીબીઆઈમાં હાલમાં રાવ જાઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૮૬ની બેંચના ઓરિસ્સાના આઇપીએસ અધિકારી રાવ તેલંગણાના વારંવગલ જિલ્લાના નિવાસી છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર હતી.