અમદાવાદઃ વૉટર હીટિંગ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઈવેટ લીમિટેડે 2004 થી 2024 સુધીની પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈનોવેશન, ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના 20 વર્ષની ઉજવણી કરી. છેલ્લા બે દાયકાથી બેન્ચમાર્કનું મિશન રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે શ્રેષ્ઠ વૉટર હીટિંગ સેવાઓ અને પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું રહ્યું છે. વિશ્વકક્ષાના ગુણવત્તાયુક્ત ઉપકરણો, તાલીમબદ્ધ ટેક્નિશિયન અને ટકાઉ ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગના સંયોજન થકી બેન્ચમાર્ક સતત વધુ મૂલ્યનું સર્જન કરતી આવી છે. કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાં રેસિડેન્શિયલ વૉટર હીટર, કોમર્શિયલ વૉટર હીટર, વૉટર ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તેમજ સોલર રૂફટોપ પીવી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા બદલ કંપનીને પોતાના પર ગર્વ છે, જે ઘરની સલામતીમાં વધારો કરે છે અને ખર્ચની બચતમાં યોગદાન આપે છે.સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણીના પ્રસંગને સંબોધન કરતા બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર નીશિથ જોશીએ જણાવ્યું હતું કે,અમારો હેતુ હંમેશા અમારા ગ્રાહકોને અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવાનો રહ્યો છે. બે દાયકાની સફળતાની અમારી સફર અમારા ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. અમે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવાઓ થકી સતત વધી રહેલા અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે કટીબદ્ધ છીએ અને આ પ્રકારના ઘણા સીમાચિહ્નની ઉજવણી કરવા આશાસ્પદ છીએ.” ઉજવણીના આ પ્રસંગમાં અતિથિ વિશેષ તરીકે SVNITના પ્રોફેસર ડૉ. પૂર્ણાનંદ ભાલે,SVNITના એસોસિએટ પ્રોફેસર ડૉ. મનીષ રાઠોડ, યુએસએની બ્રેડફોર્ડ વ્હાઈટ કોર્પોરેશનના રિજનલ સેલ્સ મેનેજર (મિડલ ઈસ્ટ અને ભારત) મેથ્યૂ ચેરિયન અને તાઈવાનના રેસ ગ્રુપના સીઈઓ જ્હોન્સન ચેંગ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડસ્ટ્રીના મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને ટ્રેડ પાર્ટનર્સની ઉપસ્થિતિએ આ પ્રસંગનું મહત્વ વધાર્યું હતું. બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર હિરેન સવાઈએ જણાવ્યું હતું કે,“શરૂઆતથી જ ટકાઉપણું અમારું મુખ્ય ફોકસ રહ્યું છે. દરેક વ્યક્તિની જિંદગીમાં ગ્રીન ઈનોવેશન લાવવા માટે અમે સઘન રીતે કામ કર્યું છે. અમારી પ્રતિબદ્ધ ટીમ તેમજ અમારા ક્લાયન્ટના અમૂલ્ય વિશ્વાસની મદદથી જ અમે રહેણાંક અને વ્યાવસાયિક વૉટર હીટિંગ સોલ્યુશન્સમાં શક્ય તમામ હદોને આગળ ધકેલવાનું કાર્ય યથાવત્ રાખીએ છીએ.” ઉજણીના ભાગ રૂપે બેન્ચમાર્કે સેટેલાઈટ વિસ્તારના સનશાઈન બેન્કવેટમાં 150થી વધુ પ્રોડક્ટ્સને પ્રદર્શન માટે મૂકી હતી, જે 2004થી 2024 સુધીના કંપનીના સતત વિકાસને રજૂ કરે છે. પાંચ હજાર ચોરસ ફૂટની જગ્યામાં ફેલાયેલું આ ડિસ્પ્લે 7 જાન્યુઆરી, રવિવાર સુધી જોઈ શકાશે.પર્યાવરણ અને પોતાના ગ્રાહકોની જિંદગીમાં સકારાત્મક અસર લાવવાના પ્રયત્નોના ભાગરૂપે બેન્ચમાર્ક એજન્સીઝ પ્રીમિયમ ગુણવત્તા, સર્વશ્રેષ્ઠ સેવાઓ, ટકાઉ પરિણામો અને અભૂતપૂર્વ ટેક્નોલોજી ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે. 20 વર્ષની પૂર્ણાહૂતિના પ્રસંગે બેન્ચમાર્ક પોતાના ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સપ્લાયર્સ,પાર્ટનર્સ અને લાખો ગ્રાહકો સહિતના તમામ હિતધારકોનો તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરે છે.