જ્યુરિખ સ્થિત મેડટેક સ્ટાર્ટઅપ સ્લીપીઝ (લિ.) એ તેની યુનિક ટેક્નોલોજીની રજૂઆત કરવા માટે એસએમએસ હોસ્પિટલ, અમદાવાદ સાથે જોડાણ કર્યુ છે, જે કોઈપણ સામાન્ય વોર્ડને સ્માર્ટ વોર્ડમાં અપગ્રેડ કરી શકે છે જેનાથી હોસ્પિટલમાં કોડ બ્લુની વહેલી જાણ થઈ શકે અને લોકોનુ જીવન બચાવી શકાય છે. કોડ બ્લુ, એ હોસ્પિટલના વોર્ડમાં કોઇ દર્દીની અચાનક સ્થિતિ બગડવા અંગેની એક તબીબી વ્યાખ્યા છે, જે જીવનને જોખમી ક્ષણ તરફ ધકેલી દે છે, તે દુનિયાભરમાં એક ગંભીર સમસ્યા છે. હોસ્પિટલોમાં આવા કિસ્સાઓમાં થતી મોટાભાગની મૃત્યુને સમયસર સારવાર આપીને અટકાવી શકાય છે. જો કે, હાલમાં મેન્યુઅલ મોનિટરિંગની પ્રક્રિયાઓ સાથે, આવી ઘટનાઓની સમયસર સૂચના મેળવવી ખૂબ જ પડકારજનક છે. સ્લીપીઝ આવી ઘટનાઓની વહેલી જાણ મેળવવામાં સક્ષમ બનવા માટે સ્માર્ટ મેડિકલ ડિવાઇસ અને એઆઇ સંચાલિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જો દર્દીની તબિયત બગડવાનું શરૂ થાય તો ડૉક્ટરો અને નર્સને તેમના ફોન પર રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન મળે છે. નર્સ તાત્કાલિક રિસ્પોન્સ ટીમને સક્રિય કરી શકે છે અને આવી મૃત્યુને રોકવા માટે સમયસર પગલાં લઈ શકે છે. આ યુનિક ટેક્નોલોજીને અમદાવાદમાં લાવવા માટે સ્લીપીઝ અને SMS હોસ્પિટલે ભાગીદારી કરી છે. અને, માત્ર એક મહિનામાં, તેઓએ 191 સમયસર પગલાંઓ લઇને 58 દર્દીઓનો જીવ બચાવ્યો છે. આ સ્લીપીઝ વન+ ડિવાઇઝ, દર્દીના ત્રણ મહત્વપૂર્ણ સંકેતો - પલ્સ રેટ, બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન અને શ્વસન દરનું નિરીક્ષણ કરે છે. આ માહિતીઓ એકસાથે ક્લાઉડ પ્લેટફોર્મ પર ટ્રાન્સમિત થાય છે, જે ફિઝિશિયન સાથે સ્લીપીઝ કેર (કાર્ડિયોરેસ્પિરેટરી ઇવેલ્યુએટર્સ) ટીમ દ્વારા 24x7 રિયલ-ટાઇમમાં એકત્રિત, મૂલ્યાંકન અને શેર કરવામાં આવે છે. દર્દીનું સ્વાસ્થ્ય બગડવાના કોઈપણ ચિહ્નોના કિસ્સામાં, ફિઝિશિયનને તરત જ એલર્ટ કરવામાં આવે છે. એસએમએસ હોસ્પિટલ સાથે ભાગીદારીનું નેતૃત્વ કરનાર સ્લીપીઝના ક્લિનિકલ ઓપરેશન મેનેજર ડૉ. રોશની શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “સ્લીપીઝ વન+ એ સંપર્ક-રહિત રીતે શ્વસનને મોનિટર કરવા માટે વિશ્વનું પ્રથમ મેડિકલ રીતે CE IIa સર્ટિફાઇડ ડિવાઇસ છે. તે ઇન્ટિગ્રેટેડ SpO2 (ઓક્સિજન સેચ્યુરેશન) સેન્સર દ્વારા સંચાલિત છે અને સતત ડેટા અને ટ્રેન્ડ એનાલિસિસમાંથી સંપૂર્ણપણે નવી આંતદ્રષ્ટિ પ્રદાન કરે છે. અમારી સતત મોનેટરિંગ ટેક્નોલોજી હોસ્પિટલોને દર્દીઓને અગાઉ ક્યારેય ન હોય તેવી સારસંભાળ પૂરી પાડવામાં સક્ષમ બનાવે છે.” સ્લીપીઝ વન+ નો ઉપયોગ કરીને, કોઈપણ સામાન્ય બેડને સરળ અને સસ્તા દરે સ્ટેપ-ડાઉન આઇસીયુ અથવા એચડીયુ (હાઈ ડિપેન્ડન્સી યુનિટ)માં કન્વર્ટ કરી શકાય છે. આ ડિવાઇસ મહત્વપૂર્ણ પરિમાણોના સતત મોનેટરિંગ અને દર્દીઓના ડેટા આધારિત ટ્રાયિંગની જરૂરિયાતને સંબોધીને હોસ્પિટલો અને હેલ્થકેર કર્મચારીઓ પરના બોજને ઘટાડવામાં મદદ કરે છે. એસએમએસ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે “સ્લીપીઝ વન+ એ અત્યંત ખર્ચ-અસરકારક અને અનુકૂળ ઉપકરણ છે અને હેલ્થકેરના ભવિષ્યને આકાર આપવાની ક્ષમતા ધરાવે છે. અમે સ્લીપીઝ સાથે આ યુનિક સોલ્યુશનને ભારતમાં લાવવા અને અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સેવા આપવા માટે ઉત્સુક છીએ.’’ હેલ્થકેરનુ ભવિષ્ય બનાવીને લોકોના જીવનને સુધારવાની સ્લીપીઝનુ વિઝન પહેલેથી જ ઉલ્લેખનિય પરિવર્તન લાવી રહ્યુ છે. ડિવાઇસનો ઉપયોગ કરીને 307થી વધુ દર્દીઓને 7,776 કલાકથી વધુ સમય માટે મોનિટર કરવામાં આવ્યા છે, જેમાં માત્ર બે મહિનામાં 1,677થી વધુ લોકોનું જીવન બચાવી શકાયુ છે. સ્લીપીઝ તેના ઇનોવેશન દ્વારા હોસ્પિટલ અને ઘરમાં દર્દી-કેન્દ્રિત ડિસિઝ મેનેજમેન્ટ પ્રદાન કરવાના મિશન દ્વારા સંચાલિત છે. તે હવે ભારતીય હેલ્થકેર સિસ્ટમમાં નવીનતા લાવવા અને દેશના લાખો દર્દીઓના જીવનને પ્રભાવિત કરવા ભારતમાં પ્રવેશી રહી છે.
વર્ક ફ્રોમ હોમ, સ્ટે એટ હોમ નવો નિયમ બની ગયા છે ત્યારે ઈનડોર હવાની ગુણવત્તા બહેતર હોય તે માટે જરૂરત…
ભારતની અત્યંત વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગએ આજે પાંચ નવા મોડેલ્સ (ગેલેક્સી A13/A23/A33 5G/A53 5G/A73 5G)નો તેના પોર્ટફોલિયોમાં ઉમેરણની ઘોષણા કરી…
ભારતની અગ્રણી કોમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડનારી ભારતી એરટેલ (એરટેલ)એ આજે વીડિયો મનોરંજનના ભવિષ્યને બદલવા અને વપરાશકારોના અનુભવને વધુ એક ઊંચા…
ભારતના અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ PhonePeએ, આજે જાહેરાત કરી હતી કે તેમણે ફ્રીલાન્સ માઈક્રો-ઉદ્યોગ સાહસિકો માટેનું ભારતનું અગ્રણી નેટવર્ક GigIndia, હસ્તગત…
આઈએનએસડબ્લ્યુએમાં 26 અબજ લિટરની વાર્ષિક જળપુનઃસ્થાપિત કરાવી સંભાવના નિર્માણ કરાઈ નવી દિલ્હી : ધ કોકા- કોલા કંપનીએ તેની વ્યૂહરચના રિડ્યુસ,…
Sign in to your account