તાજેતરમાં જ નોમિનેશન્સ જાહેર કરાયેલ અને અત્યંત ચર્ચિત 'ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ - ૨૦૨૨', જેનું આયોજન ૧૮ થી ૨૦…
અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા નારીશક્તિની ઓળખ અને…
ગુજરાતની પ્રજાના જનહિત માટે સામાજિક કાર્યકર શ્રી રોહિતભાઈ પટેલ અને તેમની ટીમ એ ગુજરાતની જનતાના હિતમાં ટોબેકો તથા તેમાંથી બનતી દરેક વસ્તુ ગુજરાત રાજ્ય માં વેચાણ તથા ઉત્પાદન બંધ કરી કેન્સર તેમજ બીજા અન્ય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવા એક ચળવળ શરૂ કરેલ છે. આ શરૂઆત તેમણે અને તેમની ટીમે સાથે મળી ૧૪/૦૨/૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, તેમજ આરોગ્ય મંત્રી શ્રી ને રૂબરૂ મળી આવેદન આપી શરૂઆત કરી ત્યારબાદ તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ કેન્દ્ર સરકાર માં માન. પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, તેમજ આરોગ્યમંત્રી શ્રી ને ખુબજ નમ્રતા પૂર્વક આવેદન પત્ર મોકલાવેલ છે તેમજ સાથે સાથે ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો શ્રીને પત્ર લખી આ યજ્ઞારૂપી ચળવળ માં જોડાવવા તેમજ આશીર્વાદ માગતા પત્રો મોકલાવેલ છે તેમજ સરકાર શ્રીએ અત્યાર સુધી તમાકુ ની પ્રોડક્ટ ના વેચાણ તથા અન્ય માટે જુના બનાવેલ કાયદાઓનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પણ રજૂઆત કરેલ છે. આ ચળવળમાં ગુજરાતના ધર્મ સમાજના ધર્મ ગુરુ, ડોકટરો, વકીલ શ્રિઓ, NGO તેમજ સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ નો તેમજ ગુજરાતની જનતાના આશીર્વાદ મળેલ છે. આગામી આ ચળવળ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, શહેર અને ગામો ગામ જઈને ગુજરાતની જનતાને રૂબરૂ મળી તમાકુ તેમજ તેમાંથી બનતી દરેક વસ્તુનું ગુજરાત રાજ્યમાં વેચાણ તેમજ ઉત્પાદન બંધ થાય એ ધ્યેય સાથે પૂરજોશમાં ચળવળ ને આગળ ધપાવવામાં આવી એવું શ્રી રોહિતભાઈ (પ્રમુખ) તરફથી જાણવા મળેલ છે. આ ચળવળ વિશે શ્રી રોહિતભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ચળવળ કેન્સર તેમજ તમાકુથી થતા અન્ય રોગો માંથી મુક્તિ મળે તેમજ ગુજરાતનું યુવાધન બચી જાય તેમજ ખાસ જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય એ એવું સૌ પ્રથમ રાજ્ય બને જેની ભારત ભરમાં નોંધ લેવાય અને આવા "ટોબેકો મુક્ત ગુજરાત રાજ્ય" ની જનતાની ઈચ્છા જાણ્યા પછી ગુજરાતની જનતામાં ખૂબજ સારો પ્રતિસાદ અને આશીર્વાદ મળેલ છે. "સ્વચ્છ ગુજરાત - સ્વસ્થ ગુજરાત" "ટોબેકો મુક્ત ગુજરાત - કેન્સર મુક્ત ગુજરાત"
૫ માર્ચ, ૨૦૨૩ના રોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સફળ ટ્રાયમ્ફ રિયુનિયન મીટનું આયોજન એલિમેન્ટોસ ખાતે કરવામાં…
અમદાવાદ સર્જન્સ એશોશીએશન અને નિધિ હોસ્પિટલ નવરંગપુરા દ્વારા ASA હર્નિઆકોન ૨૦૨૩નું આયોજન તારીખ 4 અને 5 માર્ચના રોજ સર્વમાં આવેલ છે. આ મેડિકલ કોન્ફરન્સમાં તમામ પ્રકારના હર્નિઆ (સારંગગાંઠ)ની સારવાર વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કોન્ફરન્સનું આયોજન હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ સેટેલાઇટ ખાતે રાખવામાં આવેલ છે. અત્યારના સમયમાં હર્નિઆ (સારંગગાંઠ)ના કેસો ખુબજ વધી રહ્યા છે. ઈન્ગ્વાયનલ હર્નિઆ, ઈન્સીસનલ હર્નિઆ, વેન્ટ્રલ હર્નિઆ, અમ્બીલીકલ હર્નિઆ જેવા વિવિધ પ્રકારના હર્નિઆ જોવા મળતા હોય છે. હર્નિઆની સારવારમાં દવાઓનો કોઈ રોલ નથી. હર્નિઆની સારવાર ફક્ત સર્જરી છે. આ કોન્ફરન્સમાં તારીખ 4 અને 5 માર્ચના રોજ તામર પ્રકારના હર્નિઆના નિદાન અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવશે. દેશના અગ્રણી 20 હર્નિઆ સર્જન દેશના જુદા જુદા ખુણેથી અહીં પધારીને તેમના લેક્ચર, પેનલ ડિસ્કશન અને માસ્ટર વિડિઓ દ્વારા માર્ગદર્શન આપશે. અમદાવાદના જાણીતા લેપરોસ્કોપી તથા ગેસ્ટ્રો સર્જન અને નિધિ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુનીલ પોપટ અમદાવાદ સર્જન્સ એશોશીએશનના હોદ્દેદારોની મદદથી આ કોન્ફરન્સનું આયોજન અને સંચાલન કરી રહ્યા છે. કોન્ફરન્સ દરમિયાન નિધિ હોસ્પિટલથી વિવિધ પ્રકારની હર્નિઆ સર્જરીનું લાઈવ ટ્રાન્સમીશન મેરિયોટ હોટેલ ખાતે કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોના 150થી વધારે લીડીંગ લેપરોસ્કોપીક સર્જન્સ ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સને ગુજરાત મેડીકલ કાઉન્સિલર દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. અને 7 ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવેલ છે.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે બંને દેશોની સેનામાં ઘણા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતે LAC…
Sign in to your account