બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના સફળ લૉન્ચિંગ પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ તેની અત્યાધુનિક એમઆરઆઈ ફેસિલિટી અને ૭ મુ મોડ્યુલર ઓપરેશન થિએટર (ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સક્ષમ) ના ભવ્ય ઉદઘાટન કરવામાં ખુબ જ ગર્વ અનુભવે છે.આ નોંધપાત્ર માઈલસ્ટોન રાજકોટના હૃદયમાં એડવાન્સ હેલ્થકેર સર્વિસીસના નવા યુગની નિશાની છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ અપ્રતિમ હેલ્થકેર સર્વિસીસ પહોંચાડવા અને પેશન્ટ કેરને અભૂતપૂર્વ સ્તર સુધી પહોંચાડવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. અદ્યતન MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ક્ષમતાઓ સાથે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના દર્દીઓ માટે ચોક્કસ નિદાન અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પ્રદાન કરીને, નિદાનની ચોકસાઇમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ઇન્સ્ટોલ કરેલ નવા એમઆરઆઈની મુખ્ય વિશેષતા તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત સ્માર્ટ પોસ્ટ-પ્રોસેસિંગ ક્ષમતા છે, જે ચોકસાઈ સાથે સમાધાન કર્યા વિના ઝડપી પરિણામોની ખાતરી આપે છે. એમઆરઆઈ મશીનની કેટલીક વિશિષ્ટતાઓ: 1. આખા શરીરના MRI 45 મિનિટની અંદર પ્રાપ્ત કરી શકાય છે, તે પ્રિવેન્ટિવ મેડિકેશન અથવા ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ માટે પ્રોએક્ટિવ મેઝર તરીકે સેવા આપે છે....
મુંબઈ:વિશ્વ વન્યપ્રાણી દિવસના સન્માનમાં, ગુજરાતના સાસણ ગીરના રમણીય પરિસરમાં આવેલો ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ તમામ પ્રકૃતિ પ્રેમીઓ માટે સમગ્ર માર્ચ મહિનામાં ખાસ તૈયાર કરાયેલી ઓફરો રજૂ કરે છે. આ રિસોર્ટ બુશ ડિનર અને ફ્લોટિંગ બ્રેકફાસ્ટ જેવા અનોખા અનુભવો પ્રદાન કરે છે, જે મહેમાનોને આસપાસના પરિસરમાં કુદરતી સૌંદર્ય વચ્ચે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવાની તક પૂરી પાડે છે. મહેમાનો સાસણ ગીરના જંગલોને ઘર ગણાવતા સમૃદ્ધ વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જોવા માટે મહેમાનો રિસોર્ટ સાથે સફારી બુક કરી શકે છે. તમામ પ્રકૃતિ પ્રશંસકો માટે ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટે વિચારપૂર્વકની પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી છે જેમાં પ્રકૃતિની સાથે જોડાણ, પક્ષી નિહાળવા અને ગ્લેમ્પિંગનો સમાવેશ થાય છે, જ્યાં વૈભવી કેમ્પિંગ સ્થાનિક સંસ્કૃતિ, જંગલો અને તેમના આદિવાસીઓના વારસાને એકીકૃત કરે છે. જેમાં સ્થાનિક સિદી સમુદાય દ્વારા રજૂ કરવામાં આવતો ઉત્સાહી 'ધમાલ ડાન્સ'નો પ્રોગ્રામ માણી શકે છે. ઉંચા વૃક્ષો, પર્ણસમૂહ અને જંગલમાં બદલાતા અસંખ્ય લેન્ડસ્કેપ સાથે સાસણ ગીરના જંગલો વિવિધ પ્રકારના વન્યજીવો માટે જાણીતા છે - હરણ, ચિત્તા, જંગલી ભૂંડ અને સૌથી અગત્યનું જંગલના રાજા – ‘એશિયાટિક સિંહ’ જોવા મળે છે. ફક્ત ગીરના જંગલમાં જે વિશ્વના આ ભવ્ય જીવો માટે એકમાત્ર નિવાસસ્થાન બને છે. ઉનાળો વન્યજીવોને સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવા દબાણ કરે છે અને ગરમીમાંથી રાહત મેળવવા માટે તેમને નાના પાણીના તળાવ પર ભેગા થવા માટે પ્રેરિત કરે છે. જે પ્રવાસીઓને દૈનિક સફારી ડ્રાઇવનો આનંદ માણતી વખતે તેમના કુદરતી રહેઠાણમાં પ્રાણીઓને નજીકથી જોવાની સંપૂર્ણ તક આપે છે. આ રિસોર્ટ ધ ફર્ન ક્રાઉન કલેક્શનનો એક ભાગ છે, જે સમૃદ્ધિ અને અવિસ્મરણીય અનુભવોનું અસાધારણ મિશ્રણ પ્રદાન કરે છે. ફર્ન ક્રાઉન કલેક્શન સ્મૃતિઓને ઘડતરમાં પ્રાયોગિક વિશિષ્ટતા, અજોડ અનુભવો, વૈભવશાળી અને અનુરૂપ સેવાઓ પ્રદાન કરે છે. જે ઉચ્ચ શ્રેણીની તૈયાર કરવામાં આવેલી હોટલ અને રિસોર્ટની પસંદગી જીવનભર યાદ રહે તેવી યાદો જોડે છે. સાથે વૈભવશાળી દુનિયાનો અનુભવ પણ કરી શકાય છે.
રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 76 વર્ષીય દર્દીને જમણા પગમાં દુખાવો, ચાલી શકવાની અસમર્થતા,હાઈ પલ્સ રેટ (હાર્ટ રેટ ૧૦૦ થી વધુ) તથા Spo2(ઓક્સિજન સેચ્યુરેશન ૭૦ થી ૮૦ની વચ્ચે)ની ફરિયાદ સાથે ઇમરજન્સી માં દાખલ કરવામાં આવ્યા. તેમને 2 દિવસથી જમણા પગના થાપાના ગોળાના સાંધાનો દુખાવો થતો હતો કે જેને રાઈટ હિપ જોઈન્ટ પેઈન કહેવાય છે. અગાઉ દર્દીએ જૂનાગઢમાં પ્રાથમિક સારવાર લીધી પરંતુ તેમને દર્દીની પરિસ્થિતિમાં ગંભીરતા જણાતાં દર્દીના પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લઈને આવ્યાં હતા. તેમને સિનિયર ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. ઉમંગ શિહોરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. એક્સરે કરાવતાં માલૂમ થયું કે દર્દીને જમણા થાપાના ગોળાનું ફ્રેકચર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ (HighSkill) ને હેન્ડલ કરવાની એક બેજોડ આવડત છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે.ડૉ. ઉમંગ શિહોરા, સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એ જણાવ્યું હતું કે,"દર્દીને ઇમર્જન્સીમાં દાખલ કરાયા બાદ તેમના 2D ઇકો (હ્રદય ની તપાસ) તથા સીટી એન્જીઓ ચેસ્ટ(ફેફસાની મુખ્ય નળીઓ નો અત્યાધુનિક રીપોર્ટ) કરતા જણાયું કે દર્દીના Low Spo2 (૭૦-૮૦%) રહેવાનું કારણ પીએએચ (pulmonary Arterieal Hypertension) છે. દર્દીને દાખલ કરતા સમયે 5 લીટર મિનિટથી ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. દર્દીના બાકીના તમામ રીપોર્ટ તથા ઑપરેશનની તૈયારી કરીને તેમને બીજા દિવસે સવારે ૯ વાગ્યે ઓક્સિજનના સપોર્ટ સાથે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા જ્યાં અમે કુશળ એનેસ્થેસિયાના સથવારે દર્દીના જમણા થાપાના ગોળાનું ઓપરેશન માત્ર 60 મિનિટમાં જ પૂર્ણ કર્યું અને સાંજ પડતાં જ દર્દી માત્ર ૬ કલાકની અંદરજ વોકરના સહારે ચાલતાં પણ થઇ ગયા"એક અઠવાડિયા દરમિયાનમાં જ દર્દીને જોતા ખૂબ જ સંતોષ થાય તેવું આશ્ચર્યજનક પણ છતાંય વૈજ્ઞાનિક પરિણામ દેખાય છે. દર્દી તથા તેમના પરિવારજનો તરફથી ડૉ. ઉમંગ શિહોરા નો દિલ થી ખૂબ ખૂબ આભાર મનાઈ રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 3000 જેટલી ફ્રેકચર સર્જરી,2500થી વધારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી (TKR) તથા 1200થી વધારે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) સર્જરી સફળતાપૂર્વક કરેલી છે.થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાચ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.