ફેશન એન્ડ જવેલરી

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે  દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક સન્માન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આગામી સીઝન  માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૭ અને ૨૮  માર્ચ , ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી  ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે. ૨૭ અને ૨૮ માર્ચ દરમયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને એમના સિદ્ધિઓ માટે બિરદાવા આવ્યું હતું. રંગરીવા સ્ટુડિઓઝના ડિરેક્ટર - સુશ્રી RJ  ભૂમિકા ત્રિવેદી, લાઇન્સ બિઝનેસ નેટવર્ક ચેરના સુશ્રી જુલી પંચાલ, ટોપ મોડેલ અને સામાજિક કાર્યકર્તા - શ્રીમતી વિની શર્મા, મિસિસ ઈન્ડિયા લેગેસી ૨૦૨૦ના રનર ઉપ અને બ્રાન્ડ એમ્બેસેડર - શ્રીમતી વિશાખા રંજન, ફેશન જર્નાલિસ્ટ - સુશ્રી ધ્રુવી શાહ, સામાજિક ઉદ્યોગસાહસિક - શ્રીમતી જયા શ્રીવાસ્તવ, મોટીવેશનલ સ્પીકર અને લાઈફ કોચ - શ્રીમતી નૈસર્ગી શાહ, વાઇબ્રન્ટ એન્કર અને પૂર્વ મિસ ગુજરાત - વૈભવી શાહ, કરણ ફોઉંડેશનના રાખી વર્મા અને શ્રી ઓપ્ટીશિયન્સના ડિરેક્ટર અને લાયન્સ ગ્રુપમાં કાર્યરત શ્રીમતી તૃપ્તિ વ્યાસનું કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા હાઈ લાઈફના આ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા…

મોડલ અભિનેત્રી નસીમ પઠાણને ગોવામાં ડૉ જીડી સિંઘ દ્વારા પેશન વિસ્ટા ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ફેશન મોડલ અને સુંદર અભિનેત્રી નસીમ પઠાણને ગોવામાં યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં પેશન વિસ્ટા ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. યુબી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો.જી.ડી.સિંઘના હસ્તે તેમને આ એવોર્ડ મળ્યો હતો. નસીમ પઠાણ આ એવોર્ડ મેળવીને ખૂબ જ ઉત્સાહિત છે. ભવ્ય એવોર્ડ ફંક્શનમાં નસીમ પઠાણનો આગામી મ્યુઝિક વિડિયો "બખુદા" પણ દર્શાવવામાં આવ્યો હતો જે ઝી મ્યુઝિક કંપની તરફથી ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ વિડિયોમાં ઈશાન મસીહ તેની વિરુદ્ધ છે અને ગીતમાં બંનેની કેમેસ્ટ્રી અને ટ્યુનિંગ અદભૂત લાગી રહી છે. બધા મહેમાનોને ખરેખર આ અદ્ભુત વિડિયો ગમ્યો. તમને જણાવી દઈએ કે યુબી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડૉ.જી.ડી. સિંહ છેલ્લા ઘણા વર્ષોથી એવોર્ડનું આયોજન કરી રહ્યા છે. 7 માર્ચે તેમણે ગોવાની મુલાકાત લીધી હતી. 5મા ગ્લોબલ બિઝનેસ લીડરશિપ એવોર્ડ્સ 2023 અને 4થી પેશન વિસ્ટા એનિવર્સરી સેલિબ્રેશનની ભવ્ય ઉજવણી કરી. આ ઉપરાંત રંગોના તહેવાર નિમિત્તે અહીં 8મી માર્ચે હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે સાયરા બાનુ યુસુફ ખાન પઠાણની પુત્રી નસીમ પઠાણ ગુજરાતની રહેવાસી છે. બાળપણથી જ તેને મોડલિંગ અને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. કોલેજ લાઈફ દરમિયાન પણ તેણે ઘણા ફેશન શોમાં ભાગ લીધો હતો. 2009માં તેને મુંબઈમાં મિસ્ટર અને મિસ ઈન્ડિયા એસજીમાં બેસ્ટ બ્યુટી ક્વીનનો ખિતાબ મળ્યો હતો. તેના ઘણા મ્યુઝિક વીડિયો પણ આવી ચુક્યા છે અને હવે તે તેના લેટેસ્ટ ગીત બખુદાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ બહુ સરસ ગીત છે. આ સિવાય તેનો આગામી મ્યુઝિક વીડિયો પણ આવતા અઠવાડિયે શૂટ થવાનો છે.

ગુજરાતનું સૌથી લોકપ્રિય લક્ઝરી સલૂન રિફ્લેક્શન્સની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી

અમદાવાદ: ગુજરાતની અગ્રણી લક્ઝરી સલૂન ચેઇન, રિફ્લેક્શન્સ, રાજ્યમાં તેનું 5મું સલૂન લોન્ચ કરે છે, જેનું સૌપ્રથમવાર પ્રેમચંદ નગર રોડ, બોડકદેવ…

અમેરિકાની આર’બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બનતા ભારતની હરનાઝના આંખોમાંથી છલકાયા આસું

ન્યૂ ઓર્લિયન્સમાં ૧૫ જાન્યુઆરીના રોજ યોજાયેલા સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્‌સના આર'બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ ૨૦૨૨નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ભારતની હરનાઝ…

વર્ષ ૨૦૨૨માં છેલ્લો વાર માટે ભારતનું સૌથી મોટું ફેશન પ્રદર્શન બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદ શહેરમાં પાછું આવ્યું

29 નવવધૂઓ માટે નવીનતમ ફેશન ડિઝાઇન્સ સાથે, એમના પરિવારજનો અને બારાતીઓ માટે ટ્રેડિશનલ અને કલચરલ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન…

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતનું સૌથી મોટું ડિઝાઈન એક્ઝિબિશન – ગ્રાન્ડ ફિનાલેનું કરાયું આયોજન

દેશભરમાં 7 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ ભારતના સૌથી મોટા ડિઝાઇન એક્ઝિબિશન BRDS ડિઝાઇન એક્ઝિબિશન 2022ની ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બર 2022, શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર એસપી રિંગ રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, પુણે, બેંગ્લોર, કોલકાતા, જયપુર, લખનૌ અને મુંબઈ શહેરોમાં મોહક એક્ઝિબિશનો બાદ અમદાવાદ ક્રેએટિવિટી અને ઈંનોવેશનની શ્રેષ્ઠતાનું સાક્ષી બન્યું. આ એક્ઝિબિશન અને ડિઝાઇન હન્ટ પાછળનો  હેતુ વિદ્યાર્થીઓને ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન જેવી કેટેગરીમાં સ્કેચ અને 3D મોડલ્સના રૂપમાં તેમની ક્રેએટિવિટીને શૉ માટે પ્લેટફોર્મ આપવાનું છે. ફોટોગ્રાફી અને ફાઇન આર્ટ્સ તેમજ ડિઝાઇન અને આર્કિટેક્ચર ફિલ્ડમાં અવેલેબલ મલ્ટિપ્લે ફેકલ્ટીઓ અને તેના કૉમર્શિઅલ મહત્વ વિશે તેમને વાકેફ કરે છે. ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો એ એક અગ્રણી ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે જે ભારતમાં 70 થી વધુ કેન્દ્રો ધરાવે છે જે 5000 થી વધુ વિદ્યાર્થીઓને ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન આપે છે. તેથી, અમે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દી સેમિનાર સત્રનું આયોજન કર્યું છે જે તેમને ડિઝાઇન અને આર્કિટેક્ચરની ભાવિ સંભાવનાઓ અને આ કોલેજોમાં સફળતાપૂર્વક કેવી રીતે પ્રવેશ કરી શકે છે તે સમજવામાં મદદ કરશે.