ભારત

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સએ વીઆઈપી લેબ્સનું અધિગ્રહણ કર્યું

 પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે ખુશી વ્યક્ત કરતા અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની અગ્રણી વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલું ગુજરાતના ડાયગ્નોસ્ટિક્સ ઉદ્યોગમાં સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સની મજબૂત અને પ્રભાવશાળી હાજરીને વધુ મજબૂત બનાવે છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ''અમને વીઆઈપી લેબ્સના સફળતાપૂર્વક અધિગ્રહણની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે. અમે પહેલાથી જ ગુજરાતમાં પેથોલોજી ડાયગ્નોસ્ટિક્સના અગ્રણી પ્રદાતા છીએ અને આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે સક્ષમ બનાવશે.'' સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના સીઈઓ  અંકુશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ''આ અધિગ્રહણ બંને કંપનીઓ માટે તેમની શક્તિનો પરસ્પર લાભ ઉઠાવવાની અસાધારણ તક પૂરી પાડે છે. વીઆઈપી લેબ્સના ગ્રાહકોને સ્ટર્લિંગ એક્યૂરિસ દ્વારા ઓફર કરાયેલી ઉચ્ચ-કક્ષાની સેવાઓથી ફાયદો થશે. જેમાં ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, મોલેક્યુલર ટેસ્ટ અને આનુવંશિક ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીઆઈપી લેબ્સ તેના ગ્રાહકો માટે યુનિક વાર્ષિક સબ્સ્ક્રિપ્શન-આધારિત મોડલ ધરાવે છે, જે સ્ટર્લિંગ એક્યૂરિસને ડાયરેક્ટ ટુ પેશન્ટ સેગમેન્ટમાં તેમની હાજરીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.'' વીઆઈપી લેબ્સના માલિક ડૉ. મેહુલ દવેએ આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સ સાથે જોડાવવાથી અમને અમારી સેવા વધારવા અને વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે તાકાત મળશે. અમે નિશ્ચિત પણે માનીએ છીએ કે આ સહયોગ કંપનીમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપશે. સાથે મળીને અમે અમારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ અને આધુનિક તકનીકી કુશળતા સાથે સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ." 2015માં સ્થપાયેલી સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે ઝડપથી પોતાની જાતને NABL-માન્યતા પ્રાપ્ત પેથોલોજી લેબોરેટરીઝની સૌથી ઝડપથી વિકસતી ચેઈન તરીકે સ્થાપિત કરી છે. 65 લેબ્સ અને 220 કલેકશન સેન્ટર સાથે કંપનીએ તેની ઝડપી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. નોંધનીય છે કે મોર્ગન સ્ટેનલી પ્રાઇવેટ ઇક્વિટી એશિયા સ્ટર્લિંગ એક્યૂરિસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણકાર છે. 

જિયો સિનેમાએ ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો

જિયો સિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ ૨૦૨૩ના ડિજિટલ રાઈટ્‌સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે. જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે…

BCCI અધ્યક્ષનાં દીકરા માટે મારુ કરિયર બરબાદ કરી નાખ્યું : અંબાતી રાયડુ

અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. IPL ૨૦૨૩ માં, તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તે છેલ્લી વખત રમ્યો  હતોઅને…

એક્સિડેન્ટ બાદનો રિષભ પંતનો આ વિડીયો જોઈ ફેન્સ રડી પડશે

ભારતીય ક્રિકેટ ટીમનાં અનુભવી વિકેટ-કીપર બેટ્‌સમેન રિષભ પંતનો ડિસેમ્બર ૨૦૨૨ના અંતમાં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે…

નવાઝુદ્દીન-અવનીત કૌર સ્ટારર ફિલ્મ ટીકુ વેડ્‌સ શેરુનું ટ્રેલરના કેટલાક દ્રશ્યો હાલ ચર્ચામાં

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સ્ટારર ફિલ્મ ટીકુ વેડ્‌સ શેરુનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. તેની ચર્ચા તરત જ…

એક્ટર અજય દેવગને ઓટીટી પર ફીના મામલે તમામ રેકોર્ડ્‌સ તોડી નાખ્યા

કોરોના મહામારીના સમયથી ફિલ્મોના વિકલ્પ તરીકે ઊભરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ્સે હવે એક્ટર્સની ફીના મામલે પણ ફિલ્મો સાથે સ્પર્ધા શરૂ કરી…

Latest News