ગઇકાલે લેહ સ્થિત સિયાચીન પાયનિયર્સઃ ૧૧૪ દ્વારા લદ્દાખ સેક્ટરમાં જંસ્કાર ઘાટીના અંતરિયાળ ક્ષેત્રમાં એક સાહસિક કેસવાક મિશનનું સંચાલન કરવામાં આવ્યું.
આ એકદમ થીજી ગયેલી જંસ્કાર નદીની ઉપર આયોજિત ચાદર ટ્રેક નો એક ભાગ હતો. ખૂબ ટૂંકા સમયમાં સૂચના મળી હોવા છતાં દળને સંદેશ મળ્યાના તુરંત બાદ હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચી ગયું. ખૂબ જ અંદરનો વિસ્તાર હોવાથી આ મિશન માટે બે હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યા હતાં. જેથી કોઇપણ સ્થિતિમાં મદદ મળી રહે. જો કે સંચાર વ્યવસ્થાની અગવડતાને કારણે તે સ્થળ પર સંપર્ક ઉપલબ્ધ ન હતો. એર ક્રૂને બરફાચ્છિદ પહાડો તથા જંસ્કાર ઘાટીની ખડકોમાં અકસામાતની શોધ કરવા માટે ખૂબ જ ઝઝૂમવું પડ્યું. જેવી જ ઘટના સ્થળને શોધી લેવામાં આવ્યું કે કેપ્ટન વિંગ સીડીઆર ખાને અનુભવ્યું કે એક સપાટી વગરની સાંકડી ઘાટીની ભૂમિ પર લેંડિગ કરવું એક મુશ્કેલ અને ખતરનાક કાર્ય બની શકે છે.
આ આકરી પરિસ્થિતિમાં અડગ રહી તથા યુનિટના ધ્યેયના અનુરૂપ કે આપણે આકરા કાર્યને સામાન્ય કાર્યની જેમ જ કરીએ અને અસંભવ કાર્યમાં થોડો વધારે સમય લાગી શકે છે તે વિશ્વાસ સાથે ક્રૂએ ખૂબ જ સાંકડી જગ્યામાં હેલિકોપ્ટર ઉતારવાના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું. બીજા હેલિકોપ્ટરે પહેલા હેલિકોપ્ટરને હવામાન બાબતે સમર્થન આપ્યું અને આ મુશ્કેલ કાર્યને અંજામ આપવામાં આવ્યો. સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તેને લેહ લાવવામાં આવ્યો. આ પ્રકારે ભારતીય વાયુ સેનાએ હેલિકોપ્ટર દ્વારા વધુ એક બહુમૂલ્ય જીંદગીને બચાવી લીધી.
ફોટોઃ લેહ સ્થિત હેલિકોપ્ટર યૂનિટ, ધ સિયાચિન પાયનિયર્સ ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ લેહના લદ્દાખ સેક્ટરમાં કેસવાક મિશનને પાર પાડ્યું.
ફોટોઃ લેહ સ્થિત હેલિકોપ્ટર યૂનિટ, ધ સિયાચિન પાયનિયર્સ ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ લેહના લદ્દાખ સેક્ટરમાં કેસવાક મિશનને પાર પાડ્યું.