હંમેશા ભારતીય વાયુ સેના આકસ્મિકતા માટે સજ્જ હોય છે. આ વખતે પણ વાયુસેના ગર્ભવતી મહિલાની જીંદગી બચાવી છે. સમગ્ર ઘટના જોઇએ તો 16 ફેબ્રુઆરીએ વાયુસેના કેન્ર્દના લેહ આધારિત સિયાચીન પાયોનિયર્સને પદામથી આગળ શિંકુલ લા દર્રાની નજીક એક ખૂબ જ દુર્ગમ ઘાટીમાં સ્થિત કુર્ગિયાક નામથ ઓળખાતા એક અંતરિયાળ ગામથી ડિસ્ફાગિયા રોગથી પીડિત 35 વર્ષીય ગર્ભવતી મહિલા સ્ટાંજિન લાટોનની તાત્કાલિક મદદ માટેનું એક પડકારજમક કાર્ય સોંપવામાં આવ્યું.
બપોરના 2 વાગી રહ્યા હતા અને વાતાવારણ ગાઢ વાદળોથી ભરેલું હતુ. ખૂબ જ ઓછી સમયમાં ક્રૂ દ્વારા હવામાનનું અનુમાન લગાવી આકસ્મિક યોજનાઓ પર ચર્ચા કરી અને રિફ્યૂલિંગની જરૂરિયાતથી બચવા માટે વધુ ઇંધણ સાથે રૂટની યોજના બનાવવામાં આવી.
30 મિનિટની અંદર જ ઉડાણ કરવાની પૂરી યોજના બનાવવામાં આવી જેમાં કમાંડર એસઆઈ ખાન અ ફઅલાઇટ લેફ્ટનેંટ પ્રવીણ લીડ એરક્રફ્ટ તથા કમાંડર એસ કે પ્રધાન અને સ્ક્વોડ્રોન લીડર એ બેડેકર નંબર 2 તરીકે હતા. હવામાનને કારણે અશાંત ઘાટીને પાર કરી લેંડિગ કરવું પડકારજનક બનાવી દીઘુ. જો કે ક્રૂ સફળતાપૂર્વક ઘાટીને પાર કરી પદામ પહોંચી ગયું. એક ત્વરિત ટર્નઅરાઉંડ સર્વિસિંગ બાદ એક વાર ફરીથી એક વાર ઉડાન ભરી કુર્ગિયાક માટે રવાના થઇ ગયુ જે પદામથી 50 કિમી આગળ હતું.
કુર્ગિયાક ઘાટીની અંદર હવામાન ખૂબ જ ખરાબ થઇ રહ્યું હતુ અને વાદળો નીચા જોવા મળી રહ્યા હતા. તેમ છતાં ક્રૂએ સફળતાપૂર્વક ગામને શોધી કાઢી અને ગામની નજીક ઉતરી પીડિતને ખૂબ જ સાવધાનીથી ઉઠાવી પોતાની સાથે લઇ લીધી. ખૂબ જ ઉંચાઇના કારણે ઓક્સિજનની કમી અને નીચા તાપમાનના કારણે પીડિત મહિલાને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી.
પરત ઉડાણ પણ વધુ પડકારજનક હતી, પરંતુ ક્રૂ દ્વારા સમજદારી પૂર્વક પ્રતિકૂળ હવામાનનો સામનો કર્યો અને સંયસર ઉડાણ ભરી પરત આવી ઉપરોક્ત ગર્ભવતી મહિલા તથા તેના પેટમાં રહેલ બાળકની જીંદગી બચાવી.
ભારતીય વાયુ સેનાને સો-સો સલામ…