નવી દિલ્હીઃ ફાંસની 50 વર્ષીય નાગરિક બ્રેસન ફ્લોરંસ અને તેના પતિ ક્રિસ્ટોફર લેહમાં મોટર સાઇકલ પર સડક યાત્રા પર હતા. આ સડક યાત્રા દરમિયાન બ્રેસન ગંભીર રૂપથી ઘાયલ થઇ હતી. સેના દ્વારા ત્યાંથી તેમને તત્કાલ નજીકના સૈન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, ત્યારબાદ તેમને લેહના એસએનએણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં જ્યાં તેઓ આઇસીયુમાં દાખલ છે. તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. તેમના પતિ ક્રિસ્ટ્રોફરને સામાન્ય ઇજાઓ થઇ હતી.
દિલ્હી સ્થિત ફ્રાંસ દૂતાવાસે આ બાબતે ગંભીરતા લેતા તત્કાલિક પ્રભાવથી ઘાયલોને આગળની સારવાર માટે ચંદીગઢ કે દિલ્હી લાવવાનો અનુરોધ કર્યો છે. તેના ભાગરૂપે એક સી-17 ગ્લોબ માસ્ટર વાયુયાન પેશંટ ટ્રાંસફર લોંચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા. દુર્ભાગ્યવાશ 16 ઓગસ્ટ, 2018ના રોજ બપોરે લેહમાં ખરાબ હવામાનના કારણે વાયુયાન લેંડ કરી શક્યા નહિ.
આજે સવારે એક સી-17 વિમાને ચંદીગઢથી લેહ પેશંટ ટ્રાસંફર યૂનિટની સાથે ઉતરાણ કર્યું, જેમાં બ્રેંસનને સ્થાનાંતરિત કરવામાં આવ્યા. તેની સાથે હિડંનથી એક સી-130 હરક્યૂલિસ વિમાન લેહ પહોંચ્યું અને દર્દી, તેના પતિ તથા અન્ય તબીબી અધિકારીયોને લઇને ત્.થી ઉડાણ ભરી. વિમાન સી-130 આજે સવારે 9.25માં દર્દી સાથે પાલમ હવાઇ મથકે પહોંચ્યુ. બાદમાં દર્દીને નવી દિલ્હીમાં એક સ્પેશ્યલાઇઝ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.