ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કાર્યવાહીનો પ્રારંભ જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં હાર્ટ એટેક અને વેક્સીનના કનેક્શનને લઈને ચર્ચા થઈ. વધી રહેલા હાર્ટ અટેકના કેસ મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. કોંગ્રેસના ધાાસભ્ય ઈમરાન ખેડાવાલએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સા વેકસીન કે દવાની અસર છે? ત્યારે સરકારના પ્રવક્તા મંત્રીએ જવાબમાં કહ્યું કે,વેક્સીનના કારણે હાર્ટ અટેકના કેસ થતા નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, રાજ્યમાં જેએન વનના કેટલા કેસ સામે આવ્યા છે. યુવાનોમાં હ્રદય રોગના હુમલા વધી રહ્યા છે તેનું કારણ શું. રાજ્યમાં હ્રદય રોગના કિસ્સા વેક્સિન કે દવાની અસર છે? ત્યારે આ સવાલનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાના ૬૮ એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી. કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ થાય છે અને ફેફસાં પર અસર થાય છે. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી માટે અભિયાન હાથ ધર્યું છે. તો અમદાવાદ જિલ્લાના બાળકોમાં હાર્ટ, કિડની અને કેન્સર જેવા ગંભીર બિમારી હોવાનું ગૃહમાં પૂછાયેલા સવાલના જવાબમાં સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ૨૯૭ બાળકોમાં હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો હોવાનું સામે આવયું છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩લાખ ૬ હજાર ૯૭ બાળકોની આરોગ્ય તપાસમાં આ માહિતી મળી છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રશ્નમાં આરોગ્ય મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો કે, ૧૭૪ બાળકોને હૃદય, ૭૫ બાળકોને કિડની અને ૪૮ બાળકોને કેન્સરની સારવાર અપાઈ છે. અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમની વિગતોમાં આ જાણવા મળ્યું. અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ-૩,૬૧,૦૯૭ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં હ્રદય-૧૭૪, કિડની-૭૫ અને કેન્સર-૪૮ જેવા બાળકોના ગંભીર રોગો સામે આવ્યા છે.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more