રિયાલિટી શૉના નામે યુવતીઓના કપડા ઉતરાવ્યા, અશ્લીલ પોઝ આપવા કહ્યું, એજાઝ સામે મુંબઈમાં કેસ દાખલ

Rudra
By Rudra 2 Min Read

મુંબઈ : બિગ બોસ ફેમ એજાઝ ખાન પોતાના નવા શો ને લઈને ભારે ચર્ચામાં છે. તેને વિવાદિત શો હાઉસ અરેસ્ટમાં અશ્લીલ કન્ટેન્ટ બતાવવાને લઈને એજાઝ સહિત અન્ય કાયદાના સકંજામાં ફસાયા છે. એજાઝ અને શો સાથે જોડાયેલા અન્ય લોકો સામે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

એક્ટર એજાઝ ખાન સહિત અન્ય પર FIR નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 (5), આઈટી એક્ટની કલમ 67 67 (એ) અને સ્ત્રીઓના અસભ્ય પ્રતિરૂપણની કલમ 4,6 અને 7 અંતર્ગત એક્ટર અને અન્ય લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની ફરિયાદને આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લૂ એપ પ્લેટફોર્મના શો હાઉસ અરેસ્ટને એજાઝ ખાન હોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર હાઉસ અરેસ્ટ શોને લઇને થોડા દિવસ પહેલા હોબાળો થયો હતો. શોના કેટલાક અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા, જેમાં મહિલા સ્પર્ધક પોતાના કપડા ઉતારતી બતાવવામાં આવી છે. એક વીડિયોમાં કન્ટેસ્ટન્ટ્સને ઇન્ટીમેટ પોઝ આપવાનું કહેવામાં આવ્યું. શોની વલ્ગર ક્લિપ જોઈને તેના પર પ્રતિબંધની માંગ ઉઠી હતી.

હાઉસ અરેસ્ટ શો બિગ બોસ અને લોકઅપ શોની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ એક બોલ્ડ અને અનસેન્સર્ડ રિયાલિટી શો હોવાનું જણાવાય છે. શોમાં ગહાના વશિષ્ટ, નેહલ વડોદિયા અને અભા પોલ જેવી બોલ્ડ એક્ટ્રેસ સિવાય હુમેરા શેખ, સારિકા સાલુંકે, મુસ્કાન અગ્રવાલ, ઋતુ રાય, આયુષી ભૌમિક, સિમરન કૌર, જોનિટા ડિક્રૂજ અને નૈના છાબડાએ ભાગ લીધો છે. મેલ કન્ટેસ્ટેન્ટ્સમાં રાહુલ ભોજ, સંકલ્પ સોની અને અક્ષય ઉપાધ્યાય જેવા ન્યૂકમર્સ નામ સામેલ છે.

Share This Article