દુનિયાભરને ગ્રીન બનાવીને આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય છે. જાણકાર શિક્ષણશાસ્ત્રી કહે છે કે જો આપને પર્યાવરણને લઇને અભૂતપૂર્વ પ્રેમ છે તો આ ફિલ્ડમાં સફળ કેરિયર બનાવી શકાય છે. શુ તમે જાણો છો કે અલનીનોના પ્રભાવથી વરસાદના પેટર્નમાં ફેરફાર જોવા મળે છે. સ્વાભાવિક છે કે આ કુદરતી પ્રભાવને વાંચવા અને સમજવા માટે કેટલીક મશીનરી, શોધ કરનાર લોકો અને સંગઠનોની જરૂર હોય છે. અનેક બિન સરકારી સંગઠન અને સ્વંયસેવી સંગઠન પણ આ કામ માટે તાલીમ પામેલા કુશળ લોકોની શોધમાં રહે છે.
જે લોકોને વનસ્પતિ શાસ્ત્રમાં શોધ, વન્ય જીવનથી પ્રેમ અને વન્ય વિસ્તારોમાં ફરવા માટેનો રસ ધરાવે છે તે યુવાનોએ ચોક્કસપણે આ ક્ષેત્રમાં આગળ વધવાની જરૂર છે અને ક્ષેત્રમાં કેરિયર બનાવવાના પ્રયાસ કરવા જોઇએ. પર્યાવરણના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે કેટલાક વિકલ્પ રહેલા છે. સિલ્વી કલ્ચરની વાત કરવામાં આવે તો તે સારા કેરિયરની સાથે સંબંધિત છે. વન્યોના મેનેજમેન્ટ, જાળવવી અને સંરક્ષણની નીતિ બનાવવામાં સિલ્વી કલ્ચરની ભૂમિકા રહેલી હોય છે. કલ્ચર નિષ્ણાંતની ભૂમિકા ચાવીરૂપ હોય છે. સિલ્વી કલ્ચર માટે સૌથી વધારે તક સરકારી વિભાગો અથવા તો એજન્સીમાં મળે છે. જ્યારે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન પણ હવે તક આપવા લાગી ગયા છે. સિલ્વી કલ્ચરના નિષ્ણાંતો માટે કેટલાક અવસર રહેલા છે તેમાં પર્યાવરણ પ્લાનર, પર્યાવરણ સંયોજકો, પર્યાવરણ પ્રોગ્રામ નિષ્ણાંત, વન્ય મેનેજમેન્ટ , વન્ય સોધ સહાયક અને વરિષ્ઠ ફેકલ્ટીનો સમાવેશ થાય છે. વન્યોના મેનેજમેન્ટ અથવા તો પ્રબંધનની જવાબદારી સામાન્ય રીતે તો સરકારી વિભાગોના હાથમાં હોય છે.
પરંતુ આજકાલ આ ક્ષેત્રમાં અનેક બિન સરકારી સંગઠન પણ કામ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ પણ લાકડાના ઉત્પાદનમાં સામેલ છે. આ તમામ કંપનીઓને વન્ય પ્રબંધકોની ખુબ વધારે જરૂર હોય છે. આ વિષયમાં પર્યાવરણ પ્લાનર, પર્યાવરણ પ્રોગ્રામ નિષ્ણાંતની જરૂર હોય છે. જુદા જુદા પ્રકારના પશુના પ્રબંધન અથવા તો જાળવણીને લઇને જાડાયેલા કામ ઉપયોગી હોય છે. આમાં પણ નિષ્ણાંત લોકોની જરૂર હોય છે. આવા કામ કરવા માટે તાલીમ પામેલા ક્યુરેટરોની મોટા પાયે જરૂર હોય છે. આમાં કોઇ ખાસ પશુ અથવા તો પશુ વર્ગને લઇને સ્પેશિયાલિસ્ટ પણ બની શકાય છે. જુ ક્યુરેટર, વૈજ્ઞાનિક અને શોધ કરનાર હોઇ શકે છે. આ ક્ષેત્રમાં મળનાર પોસ્ટ બાયો ડાયવર્સિટી સહાયક, જુ કિપર, કેયર ટેકર, હોર્ટિકલ્ચર સહાયક અને વરિષ્ઠ જુ ક્યુરેટર તરીકેની હોય છે. આમાં સારા પગાર ધોરણ પણ હોય છે. એન્ટોમોલોજી જંતુ અભ્યાસના વિષય તરીકે છે. જેમાં કિટ બર્મિન, માકડા અને અન્ય જીવજંતુ પર અભ્યાસ કરવામાં આવે છે. તે જીયોલોજીના એક શાખા તરીકે છે. તેમાં માર્ફોલોજી, ફિજિયોલોજી, ટેક્સોનોમી, જીનેટિવ, ઇકોલોજી, અને ન્યુટ્રીશનની પણ વાત કરવામાં આવે છે. એન્ટોમોલોજીમાં સારી કેરિયર બનાવી શકાય છે.
આ ક્ષેત્રમાં ઇચ્છિત વેતન મેળવી શકાય છે. આ વિષય ખાસ છે. જેથી તેમાં નિષ્ણાંતોના હોદ્દાની સંખ્યા મર્યાદિત છે. પર્યાવરણ ક્ષેત્રે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રહેલી છે. જેમાં વાયએસ પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલચર સામેલ છે. જે સોલનમાં છે. આ ઉપરાંત વારાણસી હિન્દુ યુનિવર્સિટી વારાણસી, જવાહર લાલ નહેરુ એગ્રીકલચર કોલેજ જબલપુર, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાળ, પંજાબ યુનિવર્સિટી, મનિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, તમિળનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દહેરાદુન, બિરપસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી રાંચી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, એન્ટોમોલોજી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ , લોયોલો કોલેજ ચેન્નાઇ, વેક્ટર કન્ટ્રોલ રિસર્ચ સેન્ટર પોન્ડિચેરીનો સમાવેશ થાય છે. પર્યાવરણના ક્ષેત્રમાં કુશળ લોકોની વ્યાપક જરૂરીયાત રહેલી છે. જેથી સારી કમાણીના સાધન તરીકે પર્યાવરણ ક્ષેત્રમાં કેરિયર સાબિત થઇ શકે છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણને લઇને જાગૃતિ આવી રહી છે.