દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં લગ્ન-સમારોહમાં ભોજનની પ્લેટ ન આપવા પર કેયર ટેકર સ્ટાફની હત્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં ભોજનની પ્લેટ ન આપવા પર હત્યાની ઘટના સામે આવી છે એક સમારોહમાં ભોજનની પ્લેટ ન આપવા પર કેયર ટેકર સ્ટાફની હત્યા થઇ છે.પોલીસે આ માહિતી મળી છે મૃતકની ઓળખ સંદીપ ઠાકુરના રૂપમાં થઇ છે.જે કેટરિંગનું કેયર ટેકર હતો આ ઘટના પ્રશાંત વિહાર વિસ્તારના જાપાની પાર્કની પાસે એક લગ્ન સમારોહમાં બની હતી. હકીકતમાં રાતના સમયે ડીજેવાળા ભોજન માટે સંદીપથી પ્લેટ માંગી રહ્યાં હતાં પરંતુ સંદીપે પ્લેટ થોડા સમય બાદ આપવા માટે જણાવ્યું હતું આ વાત પર ડીજે અને કેટરિંગ સ્ટાફમાં વિવાદ થયો અને ડીજેવાળા આરોપીઓએ સંદીપના માથા પર પ્લાસ્ટિકની કેરેટ મારી દીધી જેથી તેનું મૃત્યુ થયું પોલીસે બે આરોપીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે મૃતક સંદીપ કિરાડી  ક્ષેત્રનો રહેવાસી હતો સંદીપ ઠાકુરના પરિવારમાં પાંચ બાળકો છે સંદીપ ટેંટમાં ક્રોકરીનું કામ સંભાળતો હતો તેનું મોત માથા પર ઇજા થવાને કારણે થયું છે.

Share This Article