ડિજિટાઇઝેશનના જમાનામાં યુવાનો માટે કેરિયરના નવા ઓપ્શન બની રહ્યા છે. એસઇઓ ફિલ્ડ પણ આમાંથી એક ફિલ્ડ તરીકે છે. એસઇઓને ઇન્ટરનેટ અને ડિજિટલ માર્કેટિંગના બિઝનેસની કરોડરજ્જુ તરીકે ગણવામા આવે છે. જે કન્ટેન્ટ ક્રિએશન, પ્રમોશન, સર્ચ એન્જિન અને સોશિયલ મિડિયાના મારફતે પ્રોડક્ટસને યુઝર સુધી પહોંચાડે છે. કેટલીક કંપનીઓ એસઇઓ પર જંગી નાણાં ખર્ચ કરી રહી છે. આમાં કેરિયર બનાવી શકાય છે. એસઇઓ શુ છે તે અંગે હમેંશા વાત થાય છે.
તેના અંગે લોકો પાસે ઓછી માહિતી રહેલી છે. એસઇઓના ફુલ ફોર્મની વાત કરવામાં આવે તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે. વેબસાઇટ પર ટ્રાફિક વધારી દેવા માટે સર્ચ એન્જિન ખુબ ઉપયોગી છે. એસઇઓ સ્ટાફની સામે એક પડકાર હોય છે કે પ્રોડક્ટસને યુઝર સુધી પહોંચાડી દેવામાં આવે. કેટલીક કંપનીઓ આને લઇને આશાવાદી છે. એસઇઓ સ્ટાફની સામે પડકાર રહે છે કે તેમની વેબસાઇટ સર્ચ એન્જિન દાખલા તરીકે ગુગલ, યાહુ, બિંગના સર્ચમાં પ્રથમ સ્થાન પર રહે. જેટલા તેઓ આ ઉદ્ધેશ્યમાં સફળ રહે છે તેટલા જ તેમનો ફાયદો થાય છે. આના કારણે તેમના પ્રોડક્ટસની બોલબાલા વધતી જાય છે.
વેબસાઇટની રેન્કિંગનો સીધો ફાયદો ઇન્કમ અને વેલ્યુ પર પડે છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ યુઝર્સ ગુગલના પહેલા પેજ પર ટોપ સર્ચેજમાં આવવા માટે વેબસાઇટની પસંદગી કરે છે. ગુગલ પોતાના યુઝરને ઇચ્છિત સર્ચ રિઝલ્ટ દર્શાવવા માટે આશરે ૨૦૦ ફેક્ટર્સને ચેક કરે છે. આના આધાર પર કોઇ વેબસાઇટ અથવા તો વેબ પેજની રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. કોઇ પણ પેજ પર બે પ્રકારના એસઇઓ કરવામાં આવે છે. જેમાં ઓન પેજ એસઇઓ અને ઓફ પેજ એસઇઓનો સમાવેશ થાય છે. બંનેમાં કન્ટેન્ટ પર ફોક્સ કરવામાં આવે છે. જા કે તેમાં કેટલાક અંતરની સ્થિતી છે.