ફોર્ચ્યુન ઈન્ડિયા 500 કંપની એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કને આજે કેર રેટિંગ્સ પાસેથી તેના લાંબા ગાળાના રેટિંગ માટે વધુ એક અપગ્રેડ પ્રાપ્ત થયું છે. તેનું રેટિંગ હવે A+ પરથી સ્થિર દષ્ટિબિંદુ સાથે AA- તરીકે સુધર્યું છે.
કેર રેટિંગ્સ દ્વારા હાલમાં જ કરાયેલું આ અપગ્રેડ ફેબ્રુઆરી 2018માં ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા કરાયેલા અપગ્રેડ પછી તરત જ આવ્યું છે, જે એપ્રિલ 2017માં સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં પરિવર્તિત થયા પછી એકધારી વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે અને ટૂંક સમયગાળામાં નોંધનીય પ્રમાણમાં થાપણો જમા કરવાની ક્ષમતા દર્શાવે છે. આ રેટિંગમાં જુલાઈ 2017માં શેરબજારમાં તેના ઈક્વિટી શેરોના લિસ્ટિંગ પછી કંપનીની નાણાકીય સાનુકૂળતામાં સુધારણા અને નવેમ્બર 2017માં નિર્ધારિત કમર્શિયલ બેન્કનો દરજ્જો આપ્યો તેને પણ ધ્યાનમાં લેવાયું છે. રેટિંગ અનુભવી મેનેજમેન્ટ ટીમ, આરામદાયક મૂડીકરણ સપાટી, આરામદાયક પ્રવાહિતા રૂપરેખા અને ઉત્તમ સંસાધન રૂપરેખામાં પણ પરિબળિત થવાનું ચાલુ છે.
આ સિદ્ધિ વિશે બોલતાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના એમડી અને સીઈઓ સંજય અગરવાલે જણાવ્યું હતું કે અમે કેર રેટિંગના અપગ્રેડને આવકારીએ છીએ, કારણ કે તે ઝડપી ગતિથી બજાર હિસ્સો પ્રાપ્ત કરવા સાથે મજબૂત રિટેઈલ લાયેબિલિટી ફ્રેન્ચાઈઝ નિર્માણ કરવા અને અસ્કયામત ગુણવત્તા જાળવવામાં અમારા એકધાર્યા પ્રયાસો પ્રદર્શિત કરે છે. અમે સૌથી વિશ્વસનીય રિટેઈલ બેન્કમાંથી એક બનવા માટે વેપારની ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના અમારી કામગીરીનો સ્તર વધારવાનું ચાલુ જ રાખ્યું છે.
આગળ જતાં એયુ બેન્કની કામગીરીનો સ્તર વધારવાની ક્ષમતા સાથે અસ્કયામત ગુણવત્તા અને નફાશક્તિ તેમ જ તેની લાયેબિલિટીની રૂપરેખાનું ડાઈવર્સિફિકેશન જાળવી રાખવાની તેની ક્ષમતા કેર રેટિંગ્સ માટે મુખ્ય રેટિંગ મોનિટરેબલ બની રહેશે. એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો લિક્વિડિટી કવરેજ રેશિયો 31 ડિસેમ્બર, 2017ના રોજ 118 ટકા હતો.