બાઇકનો ઉપયોગ કરતી વેળા હેલ્મેટની સાથે સાથે માસ્ક પહેરવા માટેની સલાહ પણ નિષ્ણાંત લોકો આપે છે. ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. આવી સ્થિતીમાં નમીથી ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. પરસેવા થવા, ઠંડી લાગવી જેવા લક્ષણ સિઝનની બિમારીના લક્ષણ તરીકે છે. નિષ્ણાત તબીબો કહે છે કે યુવાનો બાઇકનો ઉપયોગ વધારે કરે છે. આવી સ્થિતી માં કેટલીક તકલીફ થાય છે. ઠંડીની શરૂઆત થતા આવી સિઝનમાં સર્દી ખાસી થઇ જાય છે. યુવાનો જો બાઇકનો ઉપયોગ કરી રહ્યા છે ત હેલ્મેટની સાથે સાથે માસ્ક પહેરવાની પણ જરૂર હોય છે. પાંચ વર્ષથી નીચેની વયના બાળકોને સ્નાન કરાવતી વેળા સાવધાની રાખવાની જરૂર હોય છે. નાના બાળકોને સ્નાન કરાવવાના બદલે ભીંના કપડાથી સાફ કરી દેવાની બાબત વધારે ઉપયોગી રહે છે. આ પ્રકારની સિઝનમાં દિવસ અને રાતના તાપમાનમાં ઝડપી ફેરફાર થાય છે. જેના કારણે એલર્જી અને વાયરલ બિમારીનો ખતરો વધી જાય છે. સર્દી, ખાંસી ગળા ખરાબ થવાના કિસ્સા વધી જાય છે. આની સૌથી વધારે અસર યુવાનો પર થાય છે. તેમને એલર્જી સહિત કેટલીક બિમારી થાય છે. મોટી વયના લોકોમાં યુવાનો કરતા રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે જેથી તેમનામાં તકલીફ વધારે હોય છે. ડાયાબિટીસ, લોહીની કમી સહિતની તકલીફ થાય છે. હાર્ટ સંબંધિત તકલીફ થવાના કારણે ઇન્ફેક્શનની તકલીફ વધારે રહે છે. સિઝનની કોઇ પણ બિમારી થવાની સ્થિતીમાં ફેફસાને વધારે અસર કરે છે.
એલર્જીથી બચવા માટે ધુળ માટીથી બચવાના પ્રયાસ કરવા જોઇએ. ઘરથી બહાર નિકળતી વેળા ચહેરાને કપડાથી ઢાંકી દેવાની જરૂર હોય છે. કોમન કોલ્ડ એલર્જીથી બચી શકાય છે. ઠંડીના દિવસોમાં ગરમ વસ્ત્રો પહેરવાથી ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. કારણ કે આનાથી શરીરને ફાયદો થયા છે. લાપરવાહી રાખવી જોઇએ નહી. માથા પર ટોપી પહેરવી જોઇએ. આંખોના બચાવ માટે ચશ્મા અને હેલ્મેટ ચોક્કસપણે પહેરવા જોઇએ. આંખ અને ચહેરાને પવન ન લાગે તેની ખાતરી કરવી જોઇએ. ઠંડીના દિવસોમાં ડસ્ટ એલર્જીની સમસ્યા પણ ઝડપથી વધી જાય છે. બિસ્તરથી તરત બહાર નિકળતાની સાથે ઉધરસ આવવી, આના માટેના મુખ્ય લક્ષણ તરીકે છે.
જેથી જે ચીજોનો ઉપયોગ ઓઢવા માટે કરવામાં આવે છે તેને સ્વચ્છ રાખવામાં આવે તે જરૂરી છે. ડસ્ટથી બચવા માટે મો પર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. તાવ અને માથામાં દુખાવાની ફરિયાદ પણ આ સિઝનમાં વધારે જોવા મળે છે. ઠંડી લાગી જવાની સ્થિતી માં તાવની સાથે સાથે માથામાં દુખાવો થાય છે. કારણ કે પવન જ્યારે શરીરમાં ઘુસી જાય છે ત્યારે શરીરનુ તાપમાન અવ્યવસ્થિત થઇ જાય છે. જેના કારણે તાવ આવી ગયા બાદ વ્યક્તિ ને માથામાં દુખાવો થાય છે.
અસ્થમા એલર્જી પણ ઠંડીના દિવસોમાં થાય છે. શ્વાસ સંબંધી સમસ્યાથી બચવા માટે ઠંડકમાં વધારે સમય સુધી બહાર રહેવાની જરૂર નથી. બાઇક પર ડ્રાઇવને ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. આના કારણે શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઇ શકે છે. મેડિકલ હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો આ સિઝનમાં ધુળ માટીના રજકણ ઉડતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોના ગાળામાં નાક, કાન અને આંખ સાથે સંબંધિત સમસ્યા વધી રહી છે. ઠંડીના દિવસોમાં આઇસક્રિમ, કોલ્ડડ્રિન્કસ, દુધ અને દહી જેવી ચીજોને ટાળવા માટેના પ્રયાસ કરવા જોઇએ. પૂર્ણ વસ્ત્રો પહેરવા જોઇએ.
જો કે બંને દેશો વચ્ચે સંબંધ સામાન્ય ન બને તે પ્રકારની ગણતરી કરનાર લોકોની સંખ્યા પણ ખુબ મોટી છે. વક્તની જરૂર એ છે કે બંને દેશોમાં માહોલ બગાડી દેવાના કાવતરા રચી રહેલા લોકોને સમજી લેવામાં આવે અને કાવતરાને કોઇ પણ કિંમતે નિષ્ફળ કરવામાં આવે તે જરૂરી છે. એક સારો તરીકો એ પણ છે કે બનંને દેશોના મેત્રીપૂર્ણ સંબંધોમાં સામાન્ય લોકો વધારે રસ લે તે જરૂરી છે.