ઘરમાં આપનાર નવા મહેમાન ખુશીની સાથે સાથે જવાબદારી પણ લઇને આવે છે. આ જવાબદારી અસરકારક રીતે અદા કરવામાં આવે તે જરૂરી છે. શરૂઆતના દિવસોમાં તેની ખાસ કાળજી ખુબ જ જરૂરી છે. આ કાળજી રાખવાથી તે શરૂઆતી રોગથી દુર રહે છે. સાથે સાથે હેલ્થી પણ રહે છે. આ તમામ જવાબદારીમાં માતાની ભૂમિકા સૌથી મોટી હોય છે. કેટલીક એવી બાબત છે જેને ધ્યાનમાં રાખીને નાનકડા મહેમાનને હેલ્થી રાખી શકાય છે. જાણકાર લોકો અને નિષ્ણાંત તબીબો કહે છે કે જન્મના છ માસ સુધી શિશુને માતાનુ દુધ જ આપવામાં આવે તે જરૂરી હોય છે. આના કારણે તેને ખુબ ફાયદો મળે છે. કારણ કે માતાના દુધમાં કોલેસ્ટ્રોલ નામના તત્વો હોય છે. જે તેના આરોગ્ય માટે ખુબ લાભદાયી હોય છે. કદાચ આજ કારણસર માતાનુ દુધ તેના માટે આદર્શ રહે છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્તનપાન અથવા તો બ્રિસ્ટ ફિડિંગના કારણે નવજાત શિશુના મોતની ટકાવારીમાં આશરે ૧૦ ટકા સુધીનો ઘટાડો થઈ જાય છે. ઓલ ઇÂન્ડયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નિષ્ણાંતોએ વિગત આપતા કહ્યું છે કે સ્તનપાનના કારણે નવજાત શિશુમાં મૃત્યુદર ૧૦ ટકા સુધી ઘટી જાય છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૩ના જણાવ્યા મુજબ ભારતમાં નવજાત શિશુમાં મૃત્યુદર દર ૧,૦૦૦ જીવીત બાળકોના જન્મમાં ૫૭ છે. જ્યારે પાંચ વર્ષથી ઓછી વયની અંદર આ દર ૭૪.૩ ટકા છે. નવજાત શિશુમાં મૃત્યુદર માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય કારણ ન્યુમોનિયા અને ડાઈરીયાનો સમાવેશ થાય છે. આ બંને બિમારીઓને ખૂબ સરળતાથી રોકી શકાય છે.
આ રોગ સામે નવજાત શિશુને સ્તનપાન રક્ષણ આપે છે. સાથે સાથે આનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ઉલ્લેખનીય વધારો થાય છે. એમ્સમાં બાળકોના નિષ્ણાંત તબીબ વિનોદ પોલે કહ્યું છે કે નવજાત શિશુની ઘણી બિમારી આ પ્રકારે દૂર થઈ શકે છે. માતાઓ દ્વારા નવજાત શિશુને વધારે પ્રમાણમાં સ્તનપાન કરાવવામાં આવે તેને લઈને જાગૃતિ કાર્યક્રમ પણ જરૂરી છે. આધુનિક સમયની મહિલાઓમાં સ્તનપાનને લઈને ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. આ મહિલાઓ માને છે કે સ્તનપાનના લીધે તેમના શરીરને નુકશાન થશે. તેમની ફિટનેશ અને ખૂબસુરતી જતી રહેશે પરંતુ આ બાબત સાચી નથી. તબીબોનું કહેવું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધી નવજાત શિશુને સ્તનપાન અતિ જરૂરી છે. આનાથી બાળકની લોકપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત ઘણા રોગ પણ દૂર થાય છે. પોલનું કહેવું છે કે જ્યારે એક સગર્ભા મહિલા સલાસૂચનના હેતુસર સેન્ટરમાં આવે છે ત્યારે ઘણા મુદ્દે તેની સાથે વાત કરવામાં આવે છે. મહિલાઓને એવી માહિતી પણ આપવામાં આવે છે કે સ્તનપાનની મહિલાઓને કોઈ નુકશાન થતું નથી. તમામ સંજાગો હેઠળ આ ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે. નવજાત શિશુ ખુબ નાજુક હોય છે. આવી સ્થિતીમાં શિશુ પોતાને બહારના તાપમાન મુજબ રાખી ન શકતા તકલીફ પડે છે. બાળકને હમેંશા ઢાકીને રાખવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે બાળક જે રૂમમાં હોય તે રૂમાં તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ રહે તે જરૂરી છે. જન્મના સમય શિશુના હાડકા ખુબ નબળા અને મુલાયમ હોય છે. આવી સ્થિતીમાં માતાને હાડકાને મજબુત કરવા માટે શિશુની માલિશ કરવી જોઇએ.
તબીબો સાથે સલાહ કરીને બજારમાં ઉપલબ્ધ કોઇ યોગ્ય તેલનો ઉપયોગ આના માટે કરી શકાય છે. નવજાત શિશુની રડવાની બાબત હમેંશા ચિંતા ઉપજાવે તેવી હોય છે. મોટા ભાગના શિશુ ભુખ લાગવાની સ્થિતીમાં અથવા તો ભીના થઇ જવાની સ્થિતીમાં રડે છે. જો આવી સ્થિતી નથી અને તો પણ રડે છે તો તરત તબીબોનો સંપર્ક કરવો જોઇએ. નવજાત શિશુ માટે તાપ પણ જરૂરી હોય છે. ઠંડીના દિવસોમાં તેને થોડાક સમય માટે તાપમાં રાખવાની જરૂર હોય છે. આ રીતે તેને ફરાવવાની રીતને ફોટોથેરાપી તરીકે ગણવામાં આવે છે. આનાથી નવજાત શિશુના હાડકા મજબુત થાય છે. બાળકને દરરોજ થોડાક સમય માટે તાપમાં ફરાવવાની જરૂર હોય છે. આ કસરત તેને હેલ્થી રાખે છે. જાણકાર નિષ્ણાત તબીબો કહે છે કે છ મહિના બાદ શિશુને હળવી ખાવાની ચીજા આપવાની શરૂઆત કરવી જોઇએ. શિશુને પચાવવામાં તકલીફ પડે તેવી ચીજો તેને ન આપવી જોઇએ. નવજાત શિશુ ખુબ જ કોમળ હોય છે. જેથી તેને માત્ર કોમળ વસ્ત્રો જ પહેરાવવા જોઇએ. આ ઉપરાંત શિશુના વસ્ત્રો બિલકુલ અલગ રીતે ધોઇ કાઢવા જોઇએ. તેમને અલગ જગ્યાએ જ રાખવા જોઇએ. નવજાત શિશના સંબંધમાં કાળજી ખુબ મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે તેને થોડીક પણ લાપરવાહી તકલીફ ઉભી કરી શકે છે. જ્યાં સુધી તે સમજવા ન લાગે ત્યાં સુધી તેની કાળઝી ખાસ રાખવાની જરૂર હોય છે. આધુનિક સમયમાં માતા બની રહેલી મહિલાઓ તમામ બાબતોને લઇને જાગૃત છે.