પ્રિ-ઓન્ડ કાર્સ માટે રિટેલ ઓકશન મોડેલ એવા કારદેખો ગાડીએ આજે ગુજરાતમાં ત્રણ સ્ટોર્સ ખોલ્યા છે. આ સ્ટોર્સ ગાંધીનગર, વડોદરા અને સુરતમાં ખોલવામાં આવ્યા હતા. કંપની હવે 24 શહેરોમાં 63 ઓપરેટિંગ સ્ટોર્સ ધરાવે છે, જે દેશમાં 10 રાજ્યોને આવરી લે છે.
કારદેખો ગાડી ગુજરાતમાં પ્રગિતકારક રીતે પોતાની પહોંચ વિસ્તારી રહી છે. સ્ટોર્સ પ્રિ-ઓન્ડ કાર્સ માટે માર્કેટમાં ગ્રાહકો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. સ્ટોર્સ આરસી ટ્રાન્સફર, લોન ક્લોઝર સહાય, ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર અને સાયંટિફિક કાર જેવી સેવો પણ પ્રદાન કરે છે.
કારદેખોના કો-ફાઉન્ડર અને સીઇઓ શ્રી અમીત જૈને જણાવ્યું હતું કે, “દરેક પ્રદેશમાં કારદેખો ગાડીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે ખુશ છીએ. ગુજરાતમાં યૂઝ્ડ કાર સેગેમેન્ટમાં અમારા નેટવર્કમાં વધારો કરવાની અમારી વ્યૂહરચનાનું આ પ્રમાણ છે. આ સાચી દિશામાં પ્રયાણ કરી રહ્યા છે તેવી અમારી માન્યતાને વધુ પ્રબળ બનાવે છે.”
મેકકિન્સે એન્ડ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર યૂઝ્ડ કાર સેગમેન્ટ ભારતમાં વિકસવાનું ચાલુ રાખશે. તે પહેલેથી એશિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર બની ગયું છે. પાછલા નાણાંકીય વર્ષમાં 4 મિલીયન સેકંડ હેન્ડ કાર્સનું દેશમાં ખરીદ-વેચાણ થયું હતું. તે સિવાય કારના આયુષ્ય અને એમિશન્સ અંગેના કડક નિયમોને કારણે અને આગામી અનેક ઇલેક્ટ્રોનીક કાર્સના લોન્ચ સામે લોકો નવા વ્હિકલ્સની ખરીદીમાં મુંજવણ અનુભવી રહ્યા છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચર્સ (SIAM) એ સમાન પ્રકારની આગાહી કરતા જણાવ્યું હતુ કે માર્કેટ વૃદ્ધિનો મોટે ભાગે ઓનલાઇન પ્લેટફોર્મ્સ જેમ કે કારદેખો ગાડીની વધી રહેલા મુલાકાતો પર રહેશે, જે યૂઝ્ડ કાર ડીલર્સને મહત્તમ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે.